Site icon Revoi.in

ખાદ્ય તેલને લઈને કેન્દ્રનો મોટા નિર્યણ- 2 વર્ષ માટે ક્સ્ટમ ડ્યૂટિ ઘટાડાઈ ,તેલ થશે સસ્તુ

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં જ્યા મોંધવારીનો માર વર્તાઈ રહ્યો છો ત્યા બીજી તરફ સરકારને પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવાના નિર્ણય સાથે હવે ખાદ્ય તેલલે લઈને પણ મોટો નિર્ણય લીધો છે,ખાદ્ય તેલ પર સરકારે 2 વર્ષ માટે કસ્ટમ ડ્યૂટિ ઘટાડવાનો નિર્ણય લીધો છે.

એટલે કે હવે કે 31 માર્ચ, 2024 સુધી કુલ 8 મિલિયન ટન ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલની ડ્યુટી ફ્રી આયાત કરી શકાશે. આનાથી સ્થાનિક સ્તરે કિંમતોને નીચે લાવવામાં મદદ મળશે. નાણા મંત્રાલયનો આ નિર્ણય આજરોજ એટલે કે  25 મેથી લાગુ કરવામાં આવશે

.નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી ભારતમાં આંતરરાષ્ટ્રીય બજારમાંથી ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર સીડ ઓઈલની સસ્તી આયાત શક્ય બનશે. આનાથી કિંમતોને નિયંત્રિત કરવામાં મદદ મળશે અને ગ્રાહકોને રાહત મળશે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ખાદ્યતેલની કિંમતોને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે મંગળવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે માર્ચ 2024 સુધીમાં વાર્ષિક 20 મિલિયન ટન ક્રૂડ સોયાબીન અને સૂર્યમુખી તેલની આયાત પર કસ્ટમ ડ્યુટી અને કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ દૂર કરવાની જાહેરાત કરી છે

 નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24માં વાર્ષિક 20 લાખ ટન ક્રૂડ સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પર આયાત ડ્યૂટી લાદવામાં આવશે નહીં.

આ બાબતે સરકારનું  માનવું  છે કે આયાત શુલ્ક આ છૂટ  આપવાથી કિંમતમાં નર્મી આવશે અને મુદ્રાસ્ફીતિને નિયંત્રિત કરવા માટે મદદ પણ મળશે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર સીમા શુલ્ક બોર્ડ એ એક ટ્વીટમાં લખ્યું છે કે, ”આ નિર્ણય ઉપભોક્તાઓને મહત્વપૂર્ણ રાહત આપે છે.”

ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારે ઈન્ડોનેશિયાની સરકારે પામ ઓઈલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. આ પછી, ભારતના ઘણા શહેરોમાં ખાદ્યતેલના ભાવમાં થોડો ઘટાડો થયો છે.