- સર્વાઈકલ કેંસરની વેક્સિન લોંચ થઈ
- ટૂંક સમયમાં કરાવાશે આ રેસી ઉપલબ્ધ
- સીરમ સંંસ્થાએ આપી માહિતી
દિલ્હીઃ- આત્મ નિર્ભર ભારત હેઠળ હવે ભારત દેશ ફાર્મા ક્ષેત્રમાં પણ ઘણી પ્રગતિ કરી રહ્યો છે.ત્યારે હવે કોરોનાની અનેક વેક્સિનના નિર્માણ બાદ સર્વાઇકલ કેન્સરની રસી આગામી થોડા મહિનામાં ઉપલબ્ધ થવા જઈ રહી છે
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ આજરોજ ગુરુવારે માહિતી આપી હતી કે આગામી કેટલાક મહિનામાં સર્વાઇકલ કેન્સરની રસી ઉપલબ્ધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પહેલા આ રસી દેશમાં આપવામાં આવશે અને બાદમાં દુનિયાને આપવામાં આવશે.
સર્વાઇકલ કેન્સરની રોકથામ માટે ભારતની સૌપ્રથમ સ્વદેશી રીતે વિકસિત ક્વોડ્રીવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાયરસરસી થોડા મહિનામાં લોન્ચ કરવામાં આવશે અને જો તેની કિંમત વિશે વાત કરીએ તો તે દરેક સામાન્ય લોકોને પણ પોસાય તેવી 200-400ની શ્રેણીમાં લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે આજે રસીની વૈજ્ઞાનિક પૂર્ણતાની જાહેરાત કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. વૈજ્ઞાનિક પૂર્ણતા સૂચવે છે કે રસીને લગતી R&D પ્રવૃત્તિઓ પૂર્ણ થઈ ગઈ છે અને આગળ ટૂંક સમયમાં આ રસી ઉપલબ્ધઝ કરાવાશે.
ભારતમાં સર્વાઇકલ કેન્સરના કેસમાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર, 15 થી 44 વર્ષની વયની મહિલાઓમાં આ બીજું સૌથી સામાન્ય કેન્સર છે. રસીકરણ સર્વાઇકલ કેન્સરને રોકવામાં ઘણી હદ સુધી મદદરૂપ હોવાનું કહેવાય છે.
સર્વાઇકલ કેન્સર માટેની રસીનો વિકાસ એ એક મોટી સફળતા છે. બાયોટેકનોલોજી વિભાગે આ બાબતમાં આગેવાની લીધી છે અને સહયોગી મોડમાં છે,” પ્રથમ રસી સરકારી ચેનલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આગામી વર્ષથી કેટલાક ખાનગી ભાગીદારો પણ તેમાં સામેલ થશે.