Site icon Revoi.in

ગુજરાત કો-ઓપ, મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ચેરમેન, વાઈસ ચેરમેનને રિપિટ કરાયા

Social Share

અમદાવાદઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી અને 61 હજાર કરોડનો કારોબાર ધરાવતી ગુજરાત કો-ઓપ, મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેનપદે શામળ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે વાલમજી હુંબલ પુનઃ ચૂંટાયા છે.

દેશની ટોપની સહકારી સંસ્થા જીસીએમએમએફમાં મેનેજિંગ ડિરેક્ટર સોઢીના રાજીનામાં બાદ અમૂલમાં નવા ચેરમેન માટે ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (GCMMF) ના આગામી અઢી વર્ષની મુદત માટેના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેન રિપીટ કરાયા છે. ચેરમેન પદે શામળ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે વાલમજી હુંબલને રિપીટ કરાયા છે. રાજ્યમાં દૂધ સંઘોમાં ઉત્તર ગુજરાતના  દૂધસાગર, સાબર, બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો છે. આ સંઘોના ચેરમેન જ અમૂલના ચેરમેન બનતા આવ્યા છે. આ ડેરીઓનું અમૂલના જીસીએમએમએફ પર પ્રભુત્વ છે. હાલમાં શામળભાઈ એ સંઘના અમૂલ ફેડરેશનના ચેરમેન છે. ત્યારે નવા ચેરમેન તરીકે શામળ પટેલને રિપીટ કરાયા છે.  GCMMFના વર્તમાન બોર્ડમાં ચેરમેન શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેન વાલમજીભાઈ હુંબલની મુદ્દત પૂર્ણતાને આરે હતી. તેથી ચૂંટણી યોજાઈ હતી. પરંતું ચેરમેન પદે શામળ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે વાલમજી હુંબલને રિપીટ કરાયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટાભાગની સહકારી સંસ્થાઓ પર ભાજપનો કબજો છે. ત્યારે અમુલના ચેરમેન અને વાઈસ ચેરમેનનું પદ મેળવવા માટે ભાજપના જ સહકારી ક્ષેત્રના અગ્રણીમાં હરિફાઈ જોવા મળી હતી. ભાજપે સહકારી અગ્રણી અને બનાસડેરી સાથે સંકળાયેલા ધારાસભ્ય શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ બનાવી દેતા તેમજ પંચમહાલ ડેરી સાથે સંકળાયેલા જેઠા ભરવાડને વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવી દેતા ભાજપ માટે અમુલની ચૂંટણી માટેનો રસ્તો આસાન બની ગયો હતો. અને વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેનને રિપિટ કર્યા છે.