1. Home
  2. Tag "Chairman"

અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત

અમદાવાદઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ગઠિત સંસ્થાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ પૂજ્ય મહંત નૃત્ય ગોપાલ દાસજી આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાતે રાજભવન પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય મહંત નૃત્ય ગોપાલ દાસજીનું ઉષ્માભર્યું સ્વાગત કરીને આશીર્વાદ મેળવ્યા હતા. અયોધ્યાના સૌથી મોટા મંદિર મણિરામ દાસજીની છાવણીના અધ્યક્ષ તથા રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ પૂજ્ય […]

વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદ પરથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી: વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી પણ રાજીનામું આપી દીધું છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, નિવૃત્ત IAS અધિકારી દેવેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની શેખરી […]

એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષની જવાબદારી જય શાહ જ નિભાવશે

નવી દિલ્હીઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ યથાવત રહેશે. જય શાહ સતત ત્રીજી વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. જય શાહને અધ્યક્ષ તરીકેનો પ્રસ્તાવ શ્રીલંકાએ રજુ કર્યો હતો. શ્રીલંકા ક્રિકેટ (SLC)ના પ્રમુખ […]

જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે આપ્યું રાજીનામું, નીતિશ કુમાર સંભાળશે કમાન

નવી દિલ્હીઃ જેડીયુના રાષ્ટ્રીય અધિકારીઓની આજે મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં મળી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે અધ્યક્ષ પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. તેમણે બેઠકમાં અધ્યક્ષ પદ માટે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતે પાર્ટીની કમાન સંભાળી શકે છે. લાલન સિંહે રાજીનામાનું આપવાનું કારણ પણ જણાવ્યું હતું. […]

યુજીસીની મહત્વપૂર્ણ કમિટીના ચેરમેનપદે ડો. શૈલેષ ઝાલાની નિમણૂંક

અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રાંટ કમિશને (UGC) અમદાવાદની પ્રસિદ્ધ સાયન્સ કોલેજ ‘એમ. જી. સાયન્સ ઇસ્ટીટ્યૂટ’ના કેમેસ્ટ્રી વિભાગના અધ્યક્ષ અને ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડો. શૈલેષ ઝાલાની એક એક્સપર્ટ કમિટીના ચેરમેનપદે નિમણૂંક કરી છે. આ કમિટીનું કાર્ય સમગ્ર દેશમાં હાયર એજ્યુકેશનમાં SC/ST/OBC/PWD/MINORITY માટે બનાવવામાં આવેલી યોજનાઓ તેમજ નિયમોનું પુનઃ મૂલ્યાંકન કરવાનું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ […]

બ્રિટનઃ ટેક્સ હેરાફેરી કેસમાં સંડોવાયેલા મનતા કન્ઝર્વેટિવ પાર્ટીના અધ્યક્ષને પદ પરથી હટાવાયાં

નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન  ઋષિ સુનાકે ટેક્સ ફ્રોડની તપાસ બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રધાન નદીમ ઝહાવીને પદ પરથી હટાવી દીધા છે.  નદીમ ઝહાવી પર મંત્રી માટેની આચારસંહિતાના ‘ગંભીર ભંગ’ માટે મંત્રી સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. તેમને મંત્રી સંહિતાના ભંગ બદલ બરતરફ કરવામાં આવ્યા હતા. નદીમ ઝહાવી પર દેશના નાણામંત્રી તરીકે સેવા આપતી વખતે કરોડો […]

ગુજરાત કો-ઓપ, મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ચેરમેન, વાઈસ ચેરમેનને રિપિટ કરાયા

અમદાવાદઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી અને 61 હજાર કરોડનો કારોબાર ધરાવતી ગુજરાત કો-ઓપ, મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેનપદે શામળ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે વાલમજી હુંબલ પુનઃ ચૂંટાયા છે. દેશની ટોપની સહકારી સંસ્થા જીસીએમએમએફમાં મેનેજિંગ ડિરેક્ટર સોઢીના રાજીનામાં બાદ અમૂલમાં નવા ચેરમેન માટે ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને […]

સંસદના શિયાળુ સત્ર પહેલાં સરકારે 6 ડિસેમ્બરે બોલાવી સર્વપક્ષીય બેઠક: જાણો શું છે કારણ?

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે 29 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં 17 બેઠકોનું આયોજન છે. લોકસભા અને રાજ્યસભા દ્વારા  અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડીને આ તારીખો જાહેર કરવામાં આવી છે. લોકસભા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 17મી લોકસભાનું દસમું સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે સરકારી કામકાજ અનુસાર […]

ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા ચેરમેન બન્યાં જાણીતા ઉદ્યોગપતિ જક્ષય શાહ

અમદાવાદઃ ગુજરાતના જાણીતા યુવા ઉદ્યોગપતિ જક્ષય શાહની વડાપ્રધાન કાર્યાલય દ્વારા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એટલે કે ક્યુસીઆઈના ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે. જક્ષય શાહની ક્યુસીઆઈના ચેરમેન તરીકે નિમણુંકને પગલે રાજ્યના ઉદ્યોગપતિઓ તથા અન્ય સામાજિક આગેવાનોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની વર્ષ 1997માં એક સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થાપના થઈ હતી. અગાઉ જાણીતા […]

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષે વિવિધ સંસ્થાઓ અને કારિગરો સાથે સંવાદ કર્યો

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદીનો વપરાશ વધ્યો છે. દરમિયાન ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષે ગુજરાતની મુલાકાત લઈને ખાદીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ વિવિધ સંસ્થાઓ અને કારીગરો સાથે ખાદી અંગે સંવાદ કર્યો હતો. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ-ભારત સરકારના અધ્યક્ષ મનોજકુમારે ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કોચરબ આશ્રમ, પાલડી, અમદાવાદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code