Site icon Revoi.in

બહુચરાજીમાં ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો અને મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે

Social Share

મહેસાણાઃ ચૈત્ર મહિનાનો કાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્ર મહિનાના પ્રથમ નવ દિવસને ચૈત્રી નવરાત્રી કહેવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના પૂજન-અર્ચન અને આરાધનાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે.ત્યારે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહુચરાજી ખાતે સંવત 2079 ચૈત્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં મંદિર પ્રક્ષાલન વિધી આજે ફાગણ વદ અમાસને મંગળવારે બપોરે 12 કલાકે કરવામાં આવી હતી. અને  ઘટ સ્થાપના વિધી આવતીકાલે ચૈત્રી સુદ એકમ બુધવાર 22 માર્ચ સવારે 7-30 કલાકે કરાશે, જ્યારે ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો 4 એપ્રિલથી 6 એપ્રિલ દરમિયાન યોજાશે.

શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ બહુચરાજી માતાજીના મંદિરમાં  શતચંડી યજ્ઞ પ્રારંભ ચૈત્રી સુદ છઠ્ઠ,સોમવાર તારીખ 27 માર્ચને સવારે 10-00 કલાકે,શતચંડી યજ્ઞ પુર્ણાહુતિ ચૈત્રી સુદ આઠમ બુધવાર 29 માર્ચ સાંજે 4-30 કલાકે,આઠમની પાલખી ચૈત્રી સુદ આઠમ,બુધવાર તારીખ 29 માર્ચ ને રાત્રે 9-30 કલાકે,આઠમના ખંડ પલ્લી નૈવેધ ચૈત્રી સુદ આઠમ,બુધવાર 29 માર્ચ રાત્રે 12 કલાકે, નવરાત્રી (જવેરા) ઉત્પાપન વિધિ ચૈત્ર સુદ દશમ,શુક્રવાર,31 માર્ચ 2023ને સવારે 07-30 કલાકે, ચૈત્રી સુદ 15 (પૂનમ)ની માતાજીની સવારી ચૈત્રી સુદ પુનમને ગુરૂવાર તારીખ 6 એપ્રિલ 2023ના રોજ રાત્રે 9-30 કલાકે માતાજીની સવારી નિજમંદિરથી નીકળી શંખલપુર મુકામે યોજાશે.

બહુચરાજી ખાતે ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો 4 એપ્રિલથી 6 એપ્રિલ દરમિયાન યોજાશે. આ ઉપરાંત ચૈત્રી સુદ 14 ને બુધવાર તારીખ 5 એપ્રિલના રોજ સવારે 5 કલાકથી તારીખ 6 એપ્રિલને ગુરૂવારના રોજ પુનમની રાત્રે માતાજીની સવારી શંખલપુરથી પરત આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે નીજમંદિરાના દ્વાર સતત ખુલ્લા રહેશે તેમ વહીવટદાર બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટએ વધુમાં  જણાવ્યું હતું