Site icon Revoi.in

ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના: રિપોર્ટ

Social Share

મુંબઈ : ભારત અને પાકિસ્તાનની મેચની રાહ જોઈ રહેલા કરોડો ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે, હાલમાં શ્રીલંકાના હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે કે ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ પડવાની 90 ટકા સંભાવના છે.

એશિયા કપ સુપર 4માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ આજે 10 સપ્ટેમ્બરે શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ આ મેચ માટે તૈયાર છે. અગાઉ વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી જેના દર્શકો પણ નિરાશ થયા હતા, ભારતના ટોપ 3 બેટ્સમેન આઉટ થયા બાદ વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને બાજી સંભાળી હતી. આજે દર્શકો પણ નથી ઈચ્છતા કે વરસાદ પડે, જોકે, આજની મેચ માટે ખાસ 11 સપ્ટેમ્બરનો રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ જો મેચ રિઝર્વ ડે પર જશે તો ભારતે સળંગ ત્રણ દિવસ રમવું પડી શકે છે.

સુપર-4ની ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે કોલંબોમાં મેચ યોજાવાની છે. મેચને લઈને મેચને લઈને બન્ને ટીમોમાં ભારે ઉત્સાહ છે આ સાથે બન્ને ટીમો આ મેચમાં વિજય મેળવીને ફાઈલન સુધી પહોંચવાનો રસ્તો વધુ સરળ બનાવશે, જો પાકિસ્તાન આ મેચ જીતી જાય તો તેનું લગભગ ફાઈલનમાં પહોંચવાનું નક્કી થઈ જશે. અગાઉ ગ્રુપ મેચમાં ભારત અને પાકિસ્તાનની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.

કોલંબોમાં હવામાન એકદમ સારું છે અને ત્યાં તડકો છે. ભારત-પાકિસ્તાન મેચ પહેલા ત્યાંનો નજારો તસવીરમાં દર્શાવવામાં આવ્યો છે. બન્ને ટીમના ક્રિકેટ ફેન્સ માટે પણ આ ખૂબ જ સારા સમાચાર છે. જોકે, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સાંજે 4 વાગ્યા પછી ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં જો સતત વરસાદ પડશે તો મેચ રદ્દ થવી નિશ્ચિત છે. જો વરસાદનું જોર નબળું રહ્યું તો ઓછી ઓવરોની મેચ યોજાઈ શકે છે.

એશિયા કપના ODI ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો અત્યાર સુધી 14 વખત ટકરાયા છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 7 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને 5 મેચ જીતી છે. જ્યારે અગાઉની એક મેચ સહિત 2 મેચ અનિર્ણિત રહી છે.