1. Home
  2. Tag "MATCH"

અમદાવાદ પ્લેનક્રેશઃ 208 મૃતકોના DNA નમૂના મૅચ થયા, 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા

ગાંધીનગરઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ ગઈકાલે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું, 14 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 12 પરિવાર બીજા સ્વજનના DNA મૅચની રાહ જોઇ રહ્યા છે. જોષીએ કહ્યું, 173 […]

IPL: RCBએ પંજાબને હરાવી ફાઈનલમાં કર્યો પ્રવેશ, આજે ગુજરાત અને મુંબઈ વચ્ચે મેચ

મુંબઈઃ IPL ક્રિકેટમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે રાત્રે ચંદીગઢમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 101 રન બનાવ્યા હતા. જવાબમાં, બેંગ્લોરની ટીમે માત્ર 10 ઓવરમાં બે વિકેટ ગુમાવીને વિજય લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમની શરુઆત ખરાબ રહી હતી […]

IPL: દિલ્હીની ટીમમાં બાંગ્લાદેશી ખેલાડીનો સમાવેશ કરાતા ક્રિકેટ પ્રેમીઓમાં રોષ, દિલ્હીની મેચોનો બહિષ્કાર કરવાની આપી ચીમકી

આ વખતે ભારત-પાકિસ્તાન સંઘર્ષને કારણે IPL સીઝન થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી અને હવે તે 17 મેથી ફરી શરૂ થવા જઈ રહી છે. દરમિયાન, દિલ્હી કેપિટલ્સે ઓસ્ટ્રેલિયન ખેલાડી જેક ફ્રેઝર-મેકગર્કના સ્થાને બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ કર્યો છે. દિલ્હી કેપિટલ્સનો આ નિર્ણય ચાહકોને બિલકુલ પસંદ નથી આવી રહ્યો. મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ […]

IPLની 54મી મેચમાં પંજાબે લખનઉને 37 રનથી હરાવ્યું

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ધર્મશાલામાં યોજાયેલી 54મી મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 37 રનથી હરાવ્યું. આ જીત સાથે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ લખનઉની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે પ્રભસિમરનની 91 રનની તોફાની ઇનિંગની મદદથી લખનઉને 237 રનનો […]

શ્રીલંકા સામેની મેચમાં આ ભૂલ બદલ ICCએ ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો

શ્રીલંકા સામેની ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ધીમા ઓવર રેટ બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ભારતીય ટીમને દંડ ફટકાર્યો છે. આ મેચ કોલંબોમાં રમાઈ હતી જેમાં હરમનપ્રીત કૌરની ટીમે નવ વિકેટથી જીત મેળવી હતી. ICC એ ભારતીય ટીમ પર મેચ ફીના પાંચ ટકા દંડ ફટકાર્યો હતો. આ માહિતી આપતાં, વૈશ્વિક ક્રિકેટ સંસ્થાએ કહ્યું હતું કે, […]

IPL: આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જામશે મુકાબલો

કોલકાતાઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 39મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. આ સિઝનમાં બંને ટીમો પહેલીવાર એકબીજા સામે ટકરાવવા જઈ રહી છે. જ્યારે રવિવારે રમાયેલી 2 મેચ પૈકીની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પંજાબ સામે 7 વિકેટે જીત થઈ […]

IPL: આજે રોયલ ચેલેન્જર બંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો

નવી દિલ્હીઃ IPL ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર બંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. અત્યાર સુધી આરસીબી બે મેચ રમ્યું છે અને બંને મેચમાં જીત સાથે હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર છે. જ્યારે ગુજરાતની ટીમની છેલ્લી મેચ મુંબઈ સામે રમાઈ હતી. જેમાં ગુજરાતની ટીમે મુંબઈને પરાજય આપીને 2 […]

આઈપીએલઃ લખનૌ સામેની મેચમાં હૈદરાબાદના ખેલાડી રેડ્ડીએ આઉટ થયા બાદ હેલ્મેટ ફેંકીને ગુસ્સો વ્યક્ત કર્યો

IPL 2025 ની સાતમી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું હતા. આ મેચ શરૂ થાય તે પહેલાં કોઈએ આ પરિણામ વિશે વિચાર્યું ન હતું. હૈદરાબાદના બેટ્સમેનોના ફોર્મ અને લખનૌની નબળી બોલિંગને જોઈને, દરેક વ્યક્તિ SRH ની જીતની આગાહી કરી રહ્યા હતા, પરંતુ ઋષભ પંતની ટીમે તે બધી અટકળોનો અંત લાવી દીધો હતો. […]

ગુવાહાટીમાં 2025માં પ્રથમવાર મહિલા વર્લ્ડ કપની મેચ યોજાશે

આસામના શહેર ગુવાહાટી પ્રથમ વખત ટેસ્ટ મેચનું આયોજન કરવા માટે તૈયાર છે. નવેમ્બરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે ત્યારે આ ઉત્તર-પૂર્વીય શહેર રેડ બોલ ક્રિકેટ મેચનું આયોજન કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ દેવજીત સૈકિયાએ આ માહિતી આપી હતી. આ વર્ષે મહિલા વર્લ્ડ કપ પણ યોજાવાનો છે અને સાકિયાએ કહ્યું […]

અમદાવાદના સ્ટેડિયમમાં આઈપીએલની ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાશે, સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડવાની આશા છે. જેથી અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code