Site icon Revoi.in

દેશમાં દિલ્હી.યુપી સહીતના રાજ્યોમાં ત્રણ દિવસ શીતલહેર વચ્ચે વરસાદની સંભાવના

Social Share

દિલ્હીઃતાજેતરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું  છે ત્યારે હવે  ઠંડીનો સામનો કરી રહેલા  રાજ્યો દિલ્હી, યુપી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતમાં તેનો કહેર વધુ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવાર અને રવિવારે દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

આ મામલે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સ્થિતિ સર્જાઈ શકે છે. આ વિસ્તારોમાં શુક્રવારે રાતથી જ વરસાદ શરૂ થઈ શકે છે, જે આગામી બે દિવસ સુધી ચાલુ રહેશે. આટલું જ નહીં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા પહાડોમાં આ વરસાદ ગુરુવારથી જ શરૂ થઈ શકે છે.

હવામાન વિભાગનું કહેવું છે કે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ, મુઝફ્ફરાબાદ અને ઉત્તરાખંડમાં આગામી ત્રણ દિવસમાં વરસાદ પડી શકે છે.ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા થવાની પણ ધારણા સેવાઈ રહી છે અને નીચેના વિસ્તારોમાં વરસાદથી પારો વધુ નીચે આવી શકે છે. દિલ્હી-એનસીઆર, હરિયાણા અને યુપીમાં છેલ્લા ઘણા દિવસોથી  તડકો આવી રહ્યો નથી તેના કારણે લોકો કડકડતી શિયાળાનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને લોકો કાતિલ ઠંડીના કહેરનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદને કારણે તાપમાનનો પારો થોડો નીચે આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ મહિનાના અંત સુધી શિયાળાની ઋતુ ચાલુ રહેશે. હિમાચલ પ્રદેશમાં 22 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે.

બીજી તરફ આ સિવાય ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાનમાં 21 જાન્યુઆરીથી જ વરસાદ શરૂ થઈ શકે છે, જે 22 અને 23 જાન્યુઆરીએ વધુ વધશે.

આ સાથે જ  મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હરિયાણા અને પંજાબમાં 22 જાન્યુઆરીએ વધુ વરસાદ થવાની સંભાવના છે. એટલું જ નહીં 22 અને 23 જાન્યુઆરીના વરસાદ લાંબા વિસ્તારમાં થનાર છે.