Site icon Revoi.in

યુવતીઓ માટે ચાંદલો બન્યો ફેશન, ફેશનથી સાથે જોડાયેલી છે કેટલીક મહત્વની વાતો, જાણો

Social Share

 

હિન્દુ ઘર્મ પ્રમાણે સ્ત્રીઓ કપાળ પર ચાંદલો અને પેથીમાં સિંદૂર લગાવતી હોય છે,આ તેમના સુહાગનની નિશાની માનવામાં આવે છે , જો કે માત્ર આ ઘાર્મિક બાબતોની રીતે જ મહત્વનું નથી પરંતુ તેના પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો જોડાયેલા છે જે સીઘા આરોગ્ય સાથે સંબંધ ધરાવે છે,કપાળ પર ચાંદલો લગાવવાથી આરોગ્ય સારુ રહે છે તો ચાલો જાણીએ કઈ રીતે

ચોંદલો ખરેખર જમણી બાજુએ વચ્ચે સહેજ લગાડવામાં આવે છે, અહીં શરીરની બધી ચેતાઓ છે. આને અગ્નિ ચક્ર અને ત્રીજી આંખ પણ કહેવામાં આવે છે. અહીં બિંદી લગાવવાથી મન શાંત રહે છે અને તણાવ ઓછો થાય છે.

આપણે સૌ કોઈ જાણીએ છીએ તે બિંદી હંમેશા કપાળની વચ્ચોવચ્ચ લગાવવામાં આવે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ બિંદુ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યોગની ભાષામાં કપાળની મધ્યમાં આજ્ઞા ચક્ર અથવા અગ્ન ચક્ર હોય છે.એવું માનવામાં આવે છે કે આ માનવ શરીરનું છઠ્ઠું અને સૌથી શક્તિશાળી ચક્ર છે. આ સ્થાન સાથે માથું, આંખો, મગજ, પિનીયલ ગ્રંથિ, પિચ્યુટરી ગ્રંથિ અને પિચ્યુટરી ગ્રંથિ જોડાયેલ છે.

આ સાથે જ આરોગ્યની રીતે આંખો પર ચાંદલાની સકારાત્મક અસર થાય છે.કપાળ પર બિંદી લગાવવાથી આંખોની રોશની તેજ થાય છે. સુપ્રાટ્રોક્લિયર નામની નસ આઇબ્રો વચ્ચેની જગ્યામાંથી પસાર થાય છે, જે આંખની તમામ ચેતાઓ સાથે જોડાયેલ છે. જેમ આ નસ પર ભાર વધુ દેવામાં આવે તેમ આ નસ વધુ મજબૂત બને છે.જેથી આંખો સારી રહે છે તેજ બને છે.