Site icon Revoi.in

અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો – અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના તથા દેશભરના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરી હતી. જોકે હાલ આગાહી સાચી પડી રહી છે દેશભરના લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે.

જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આજે બપોરે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા. જેને લઈને લોકોને સ્વેટર પહેરવું કે રેનકોટ લઈને બહાર નીકળવું જેવી સ્થિતિ સર્જાઈ હતી.

જો કે આવી જ આવી જ રીતે હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ભારતમાં વરસાદની આગાહી કરી છે દિલ્હીમાં પણ વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.રાજ્યભરમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે.

શહેરના પૂર્વના અનેક વિસ્તારમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ વરસ્યો છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ સાથે ઠંડી પડી રહી છે, સવારથી ધુમ્મસ વાળું વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળો ઘેરાયલા જ હતા  વાદળછાયા વાતાવરણ સાથે પવન સાથે વરસાદ થયો છે.

આજે વહેલી સવારથી જ સુસવાટા સાથે પવત ફૂંકાયો હતો, વાતાવરણમાં અચાનક પલટો આવવાથી ઈસનપુર, મણિનગર, ખોખરા, કાંકરીયા, ઈસનપુર વિસ્તારમાં વરસાદી ઝાપટા આવ્યા હતા.