Site icon Revoi.in

પિતૃઓની આત્માની શાંતિ માટે ભગવાન વિષ્ણુનો આ મંત્ર કરો

Social Share

પિતૃઓની આત્માની શાંતિ માટે લોકો અનેક પ્રકારની પૂજા વિધિ કરતા હોય છે. આનાથી તેમની આત્માને શાંતિ પણ મળે છે પણ ક્યારેક ભગવાન વિષ્ણુનો આ મંત્ર પણ કરવો જોઈએ, અને માન્યતા અનુસાર લોકો કહે છે કે ભગવાન વિષ્ણુના આ મંત્ર કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

જો આ બાબતે સૌથી પહેલા વાત કરવામાં આવે ભગવાના વિષ્ણુના આ મંત્ર ‘ૐ વિષ્ણવે નમ:’ ની તો કહેવામાં આવે છે કે મોક્ષદાતા વિષ્ણુ ભગવાનનું સ્મરણ જ અત્યંત લાભકારી છે. આ મંત્રના જાપ માત્રથી પૂર્વજોને મોક્ષ મળે છે. કહેવાય છે કે જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તેના પૂર્વજોને, પોતાને અને તેની આવનારી પેઢીઓનો પણ મોક્ષ થાય છે.

આ ઉપરાંત ૐ નમો ભગવતે વાયુદેવાય નમ: મંત્રની તો આનાથી પણ, પિતૃઓના મોક્ષ અર્થે આ મંત્રનો અચૂક જાપ કરવો જોઈએ. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ધ્રુવ અને પ્રહ્લાદે પણ આ મંત્રનો જાપ કરી મોક્ષના દાતા ભગવાન વષ્ણુની આરાધના કરી હતી. આ મંત્રના પ્રતાપે જ પ્રહ્લાદ હોળીની અગ્નિમાં પણ હેમખેમ રહ્યા. દેવ ઋષિ નારાદજી પણ સતત આ મંત્રનો જાપ કરતાં હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે.

ૐ નમો નારાયણ મંત્ર કે જે પિતૃઓની આત્માની શાંતિ માટેનો ખૂબ સરળ મંત્ર છે. એવું કહેવાય છે કે આ મંત્ર ખુબ પ્રભાવશાળી છે. આ મંત્ર સંન્યાસીઓ માટે તો પ્રાણવાયુ સમાન છે. એવું સંન્યાસીઓ સતત આ મંત્રનો જાપ કરતાં રહે છે. આ પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવાનારો સરળ મંત્ર છે.

ઉલ્લેખનીય છે કે આ લેખ માત્ર જાણકારી માટે અને માન્યતાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.