Site icon Revoi.in

ચારધામ યાત્રાઃ- દેવસ્થાનમ બોર્ડ દ્રારા મર્યાદીત સંખ્યામાં તબક્કાવાર યાત્રા શરુ કરવા સરકારને પ્રસ્તાવ

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમા કોરોનાની ગતિ ઘીમી પડેલી જોઈ શકાય છે, કોરોનાના કેસોમાં મોટી રહાત મળી રહી છે ત્યારે હવે અનેક પ્રકારની તંત્ર દ્રારા છૂટછાટ પણ આપવામાં આવી રહી છે, જેમાં  ઘર્મસ્થાનોને પણ ખોલવાની મંજુરી આપવામાં આવી હી છે ત્યારે હવે  દેવસ્થાનમ બોર્ડે એ ચારધામ યાત્રાને તબક્કાવાર રીતે ખોલવાની તૈયારી કરી લીધી છે.

બોર્ડ તરફથી આ મામલે સરકારને મર્યાદિત સંખ્યામાં યાત્રા શરૂ કરવા માટેનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આ અંગે આરોગ્ય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની પરવાનગી બાદ સરકાર 15 જૂન પછી નિર્ણય લઈ શકે છે.

કોરોનાના કારણે ચારધામ યાત્રા સતત બીજા વર્ષે બંધ કરવામાં આવી છે. મે અને જૂન મહિનામાં ચારધામ યાત્રામાં મહત્તમ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ હાલમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં ભક્તો વિના સુના પડ્યો છે. મંદિરમાં ફક્ત પૂજારી, પૂજા પાઠની પરંપરા નિભાવી રહ્યા છે.

કોરોનાનો બીજી લહેર ઘીમી પડતા ગયા વર્ષની તર્જ પર દેવસ્થાનમ બોર્ડે તબક્કાવાર રીતે ચારધામ યાત્રા ખોલવાની તૈયારી કરી લીધી છે. જેમાં સૌ પ્રથમ ચારધામના નજીકના ગામોના લોકોને દર્શન કરવાની છૂટ આપવામાં આવશે. આ પછી, જિલ્લા, રાજ્ય અને બહારના રાજ્યોના લોકો માટે પ્રવાસ શરૂ કરી શકાય છે.દેવસ્થાનમ બોર્ડે ચારધામોમાં એક દિવસમાં યાત્રાળુઓની ક્ષમતાના આધારે મર્યાદિત સંખ્યામાં યાત્રાનું સંચાલન કરવાની દરખાસ્ત કરી છે. આ સાથે, ભક્તોને ઇ-પાસ દ્વારા યાત્રાની મંજૂરી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ ચારઘામની યાત્રા પર્યટન ઉદ્યોગ અને રાજ્યની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. જે બંધ થતા આ રાજ્યોને ઘણો આર્થિક ફટકો પડ્યો છે. તે સાથે જ સ્થાનિક રોજગારની આવકની ગતિ ધીમી પડી છે.આવી સ્થિતિમાં જો આ ચારધામ યાત્રા શરુ થશે તો અનેક લોકોને રોજગાર મળી રહેશએ