Site icon Revoi.in

સ્માર્ટફોનથી તમારા વિસ્તારની હવાની ગુણવત્તા તપાસો, આ સરકારી એપ લાઈવ અપડેટ આપશે

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી સહિત દેશના વિવિધ શહેરો અને નગરોમાં હવાનું પ્રદુષણ વધ્યું છે. જો કે, હવે સ્માર્ટફોન ધારકો પોતાના ફોન મારફતે જે તે વિસ્તારના હવાના પ્રદુષણની માહિતી માહિતી મેળવી શકશે. તેમજ એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ જાણવાની સાથે હવામાનની માહિતી મેળવી શકશે.

દિલ્હી, અમદાવાદ, હરિયાણા અને ગોવા જેવા શહેરોની હવા પ્રદુષિત બની છે. આ શહેરોમાં હવાની ગુણવત્તા અત્યાર સુધીના સૌથી ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. અહીં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર સ્થિતિએ પહોંચ્યો છે. આ ઝેરી હવાથી બચવા માટે લોકો ઘરમાં એર પ્યુરિફાયર અને ઘરની બહાર ફેસ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ આ હવાથી બચવું ખૂબ મુશ્કેલ છે. લોકો તેમની આંખોમાં બળતરા અનુભવી રહ્યા છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ સમયે દરેક વ્યક્તિ માટે તેમના વિસ્તારના AQI વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. દરમિયાન એક સરકારી એપ તમને AQI વિશે લાઈવ માહિતી આપશે.

આ એપ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે. SAFAR-Air એપ્લિકેશન હવામાન અને હવાની ગુણવત્તા સૂચકાંક બંને પર માહિતી પ્રદાન કરે છે. આ એપ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજી, પૂણે દ્વારા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ એપ દેશના તમામ મોટા શહેરોના AQI વિશે અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં માહિતી આપે છે. SAFAR-Air સિવાય, ખાનગી કંપનીઓ/સ્ટાર્ટઅપ્સની ઘણી એપ્સ છે જેની મદદથી તમે હવામાન અને AQI વિશે માહિતી મેળવી શકો છો.