Site icon Revoi.in

ગાડી લઈને લાંબી રોડ ટ્રીપ કરવા માટેનો પ્લાન છે? તો પહેલા આ વસ્તુઓ ચેક કરી લો

Social Share

વિશ્વમાં કોઈ પણ ખૂણામાં ફરો, કોઈ પણ રીતે ફરો, પણ પોતાની ગાડી લઈને રોડ ટ્રીપ કરવાની મજા જ અલગ હોય છે. આપણા દેશમાં ક્યારેક લોકો ફરવા માટે પોતાની ગાડી લઈને નીકળી તો જાય છે પરંતુ લાંબુ ગણિત કે પ્લાનિંગ હોતું નથી અને પછી રસ્તામાં હેરાન પરેશાન પણ થતા હોય છે.

જે લોકો ગાડી લઈને લાંબી ટ્રીપ ફરવાનું પ્લાન કરતા હોય તે લોકોએ ગાડીમાં કેટલીક વસ્તુઓને ચેક કરાવી લેવી જોઈએ. જેમ કે લાંબી ટ્રીપ માટે સૌથી પહેલા તો ગાડીને ફુલ સર્વિસ કરાવી દેવી જોઈએ જેથી કરીને રસ્તામાં હેરાન ન થવાય. અથવા ગાડીમાં ઓઈલ, સસ્પેન્શન અને ડીઝલ ચેક કરી લેવું જોઈએ જેથી કરીને અન્ય સમસ્યા ન સર્જાય. ગાડીમાં હમેશા 2-3 લીટર જેટલું પાણી પણ રાખવું જોઈએ જેથી કરીને ગાડીમાં પાણી ખુટી જાય ત્યારે તે કામ આવી શકે.

ઉલ્લેખનીય છે કે કેટલાક લોકો બસ એમ જ ગાડી લઈને ફરવા નીકળી જતા હોય છે અને કોઈ પણ પ્રકારનું વાહન ઈન્સ્પેક્શન પણ કરતા હોતા નથી. અને આગળ જતા તેમને હેરાન થવાનો સમય આવે છે. પણ ટ્રાવેલ એક્સપર્ટ કહે છે દરેક વ્યક્તિએ વર્ષમાં એક વાર તો રોડ ટ્રીપ કરવી જ જોઈએ.