Site icon Revoi.in

આ દેશમાં 80 હજાર રુપિયે કિલો મળી રહ્યું છે પનીર -જાણો એવી શું છે આ પનીરની ખાસિયત

Social Share

સામાન્ય રીતે માર્કેટમાં પનીર 300 થી 350 રુપિયે કિલો મળતું હોય છે, આજે વાત કરીશું હજારો રુપિયે મળતા પનીરની,શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક કિલો પનીરની કિંમત હજારોમાં હોઈ શકે છે, તે પણ ગાયના દૂધનું નહીં પણ ગધેડાના દૂધનુંપનીર .

કારણ કે પનીર ઉત્પાદનમાં સર્બિયા સૌથી આગળ છે. આ પનીરએટલી મોંઘી છે કારણ કે તે ગાયના દૂધમાંથી નહીં પરંતુ ગધેડીના દૂધમાંથી બનાવવામાં આવે છે. તે ખાવામાં પણ એટલું જ સ્વાદિષ્ટ હોય છે.

ભારતના લોકો આ પનીરને પસંદ કરે છે અને ખાસ કરીને જેઓ શાકાહારી છે, તેઓને પનીર વધુ ગમે છે. કોઈપણ તહેવાર પનીર વગર અધૂરો છે. આવી સ્થિતિમાં આ પનીર વિશે સાંભળીને તમારા મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે તેમાં શું ખાસ છે.

ખરેખર, આ ગાયના દૂધમાંથી બનતું પનીર નથી, તે ગધેડીના દૂધમાંથી બને છે, તેથી તે ખૂબ જ સ્વાદિષ્ટ અને અદ્ભુત પણ છે. એક રિપોર્ટ અનુસાર, 25 લિટર દૂધમાંથી એક કિલો પનીર બનાવવામાં આવે છે. તેથી જ તે ખૂબ મોંઘું અને અલગ છે, તે જોવામાં ખૂબ જ ક્રીમી અને સ્વાદિષ્ટ પણ છે.

અભ્યાસ મુજબ ગધેડીનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે શરીર માટે જરૂરી છે. પ્રોટીન શરીરને કોઈપણ રોગ સામે લડવાની શક્તિ પણ આપે છે અને હાડકા પણ મજબૂત બને છે.આ સાથે જ આ ગઘેડીનુિં દૂધ હજારો રુપિયે લીટર હોય છે જેથી તેના પનીરનો ભાવ 70 થી 80 હજાર રુપિયે કિલો હોય છે.