Site icon Revoi.in

ભારતીય સેનામાં ચિત્તા-ચેતક હેલિકોપ્ટરનું થશે રિપ્લેસમેન્ટ, સેનામાં જોડાશે અપાચે હેલિકોપ્ટર

Social Share

દિલ્હી – ભારતીય સેન સતત પોતાના બેડામાં નવા હેલીકોપ્ટર સામેલ કરીને સેનાને તકત્વર બનાવી રહી છે ત્યારે હવે  નવા યુગના લશ્કરી પડકારોને ધ્યાનમાં રાખીને, સેનાએ હવે બહુહેતુક હેલિકોપ્ટર ચિતા અને ચેતકને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે

ઉલ્લેખનીય છે કે ચિતા અને ચેતકને  જે છેલ્લા પાંચ-છ દાયકાથી તેની વ્યૂહાત્મક ક્ષમતાના મુખ્ય આધારસ્તંભ છે. ભારતીય સેના, જેણે લશ્કરી ફાયર પાવર વધારવા માટે એટેક હેલિકોપ્ટર અપાચે હસ્તગત કરવાનો નિર્ણય લીધો છે, તે તેના મલ્ટી-રોલ હેલિકોપ્ટર કાફલાને પણ મજબૂત બનાવશે.સેન  તેના તમામ જૂના હેલિકોપ્ટરને નિવૃત્ત કરશે અને આગામી 10 થી 12 વર્ષમાં તેની ઉડ્ડયન શાખામાં લગભગ 250 નવા હેલિકોપ્ટર ઉમેરશે.

જાણકારી પ્રમાણે નવા આધુનિક હેલિકોપ્ટર કાફલામાં સૌથી મોટું યોગદાન સ્વદેશી રીતે બનેલા મલ્ટીરોલ લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર ધ્રુવનું રહેશે. દેશની પૂર્વી અને પશ્ચિમી સરહદો પર જોખમને જોતાં મસવે હવાઈ પાંખને માત્ર વ્યૂહાત્મક કામગીરીની સહાયક ભૂમિકા સુધી મર્યાદિત રાખવા માંગતી નથી, પરંતુ તેની ભૂમિકાને વધુ વિસ્તારવા માંગે છે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત ધ્રુવની ડિઝાઇન પડકારોથી સંબંધિત સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. તેમાં ઓટો પાયલોટનું ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે, જે ઊંચાઈવાળા વિસ્તારોમાં ઉડ્ડયનના પડકારોને દૂર કરશે. સિયાચીન જેવા સૌથી ઊંચા, બરફીલા અને દુર્ગમ વસ્તારમાં ચિત્તાએ શાનદાર ભૂમિકા ભજવી છે. ટેકનોલોજિકલ યુગ પૂરો થવા સાથે, આધુનિકીકરણ દ્વારા સેનાની ફાયર પાવર વધારવા માટે માત્ર એટેક જ નહીં પરંતુ નવા મલ્ટીરોલ લાઇટ હેલિકોપ્ટરની જરૂર છે. લગભગ 250 હેલિકોપ્ટર ખરીદવામાં આવશે, જેમાં ધ્રુવની સૌથી વધુ ભાગીદારી હશે.