Site icon Revoi.in

મીઠાઈ ખાતા પહેલા ચેતી જજો,રાજકોટમાં મહાદેવ મીઠાઈમાંથી 9 કિલો વાસી મીઠાઈનો નાશ કરતી મનપા ફૂડ વિભાગ

Social Share

રાજકોટ:રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા દૂધ સાગર માર્ગ, શિવાજી નગર-1, ચુનારાવાડ ચોક પાસે આવેલ મહાદેવ ડેરી ફાર્મમાં ચકાસણી કરી હતી.તપાસ દરમિયાન અન હાઇજેનિક રીતે સ્ટોરેજ કરેલી 9 કિલો વાસી મીઠાઇ મળી આવી હતી. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ જાળવવા અંગે અને ફૂડ રજિસ્ટ્રેશનમાંથી ફૂડ લાયસન્સ મેળવી લેવા અંગે નોટિસ આપવામાં આવી હતી. તેમજ સ્થળ પરથી ચોકલેટ જેલી બરફીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભગવતીપરા મેઇન રોડ પર નોનવેજનું વેચાણ કરતી 6 ધંધાર્થી પાસેથી બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં ખુલ્લા રાખેલો અને સંગ્રહ કરેલો 31 કિલો વાસી નોનવેજનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 3 ધંધાર્થીને હાઇજેનિક કંડીશન અને યોગ્ય સ્ટોરેજ જાળવવા અંગે નોટિસ આપવામાં આવી હતી.

ફૂડ વિભાગે કરેલી નમુનાની કામગીરી 1. ચોકલેટ જેલી બરફી (લુઝ) સ્થળઃ મહાદેવ ડેરી ફાર્મ, દૂધ સાગર રોડ, ચુનારાવાડ ચોક પાસે, શિવાજી નગર-1 2. ચિકન મસાલા સબ્જી (પ્રિપેર્ડ -લુઝ) સ્થળઃ સુરતી એગ મસ્તી, પ્લોટ નં-6, ગેલેક્સી પાર્ક-2, મોટામોવા સર્વે નં.3, કિંગ્સ ક્રાફ્ટ હોટેલ પાછળ, કાલાવડ રોડ 3. ઈંડા કરી (પ્રિપેર્ડ-લુઝ) સ્થળઃ પટેલ એગ ઝોન, સેરેમની ક્લબની બાજુમાં, કિંગ્સ ક્રાફ્ટ હોટેલવાળી શેરી, મોટામોવા 4. ચિકન મસાલા સબ્જી (પ્રિપેર્ડ -લુઝ) સ્થળઃ A-1 કેટરર્સ, ફૂલછાબ ચોક, નુતન પ્રેસ રોડ, સદર બજાર રોડ 5. શ્રીખંડ (લુઝ) સ્થળઃ જય માટેલ સ્વીટ એન્ડ નમકીન, રામનગર 4/5, અમરનાથ સ્કૂલ પાસે, નવા થોરાળા, 80 ફૂટ રોડ

 

Exit mobile version