Site icon Revoi.in

ઉત્તર પ્રદેશમાં સતત અને સૌથી લાંબા સમય માટે સીએમ બની રેહવાનો મુખ્યમંત્રી આદિત્યનાથે બનાવ્યો રેકોર્ડ

Social Share
લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યાનાથની લોકપ્રિયતા ખૂબ જોવા મળે છે તો સાથે જ તેઓ  છેલ્લા 8 વર્ષમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો હવે આદિત્યનાથએ હવે વધુ એક મોટો ઈતિહાસ રચ્યો છે. સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સમય સુધી સતત મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે.
સીએમ યોગીએ 19 માર્ચ, 2017ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારથી તેઓ સતત મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા છે. 80 લોકસભા બેઠકો અને 403 વિધાનસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશની રાજકીય સ્થિતિ દેશના અન્ય કોઈપણ રાજ્ય કરતાં ઘણી વધારે છે.
અત્યાર સુધીમાં ભાજપના પાંચ મુખ્યમંત્રી બન્યા છે, પરંતુ યોગી આદિત્યનાથ એવા પહેલા સીએમ છે જેમણે 5 વર્ષની સફર પૂર્ણ કરી છે અને સતત બીજી ચૂંટણી જીતી છે. આ પહેલા બીજેપીના કલ્યાણ સિંહથી લઈને રાજનાથ સિંહ અને રામપ્રકાશ ગુપ્તા સીએમ બન્યા હતા, પરંતુ કોઈએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો ન હતો.
એમ યોગી યુપીમાં ભાજપ સરકારમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે, હવે તેમણે સૌથી વધુ સમય સુધી સતત મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ખાસ વાત એ છે કે સીએમ યોગી સિવાય માત્ર ગોવિંદ બલ્લભ પંત, માયાવતી અને અખિલેશ યાદવે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે.
Exit mobile version