Site icon Revoi.in

બાળકોનું વજન વધી રહ્યું છે ?તો માતા-પિતાએ આ રીતે કરાવવું જોઈએ કંટ્રોલ

Social Share

ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે વજન વધવું એ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટાપા ખૂબ જ ઝડપથી કોઈપણ ઉંમરના લોકોને ઘેરી લે છે.ખાસ કરીને નાના બાળકો પણ સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. વજન વધવાને કારણે બાળકોનું શરીર અનેક બીમારીઓથી ઘેરાવા લાગે છે. આ સિવાય વધતી સ્થૂળતાને કારણે ક્યારેક બાળકોનો આત્મવિશ્વાસ પણ નબળો પડી જાય છે. માતાપિતા તેમના બાળકોના વજનને નિયંત્રિત કરવા માટે તેમની દિનચર્યામાં કેટલીક આદતો ઉમેરી શકે છે. તો ચાલો જાણીએ કે તમે બાળકના વધતા વજનને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો.

ખાણી-પીણી માં કરો બદલાવ

ખોટા આહારને કારણે પણ બાળકોનું વજન વધવા લાગે છે.તેથી, તમે તેમના આહારમાં થોડો ફેરફાર કરીને તેમના વજનને નિયંત્રિત કરી શકો છો.બાળકોને ઓઈલી ફૂડ, જંક ફૂડ, ચોકલેટ જેવી વસ્તુઓ ઓછી આપો. આ તમામ બાબતો તેમના વધતા વજનનું કારણ પણ બની શકે છે. તમે તેમને એવો ખોરાક ખવડાવો કે જેમાં કેલરી ઓછી હોય.એક સાથે વધુ ખોરાક આપવાને બદલે, તમે તેમને નાના-નાના મિલ્સ આપી શકો છો.આ સિવાય તમારે બાળકોને સારી માત્રામાં પાણી પણ આપવું જોઈએ.

એક્સરસાઈઝ કરાવો

તમારે તમારા બાળકોમાં વ્યાયામ કરવાની આદત પણ કેળવવી જોઈએ.કસરત કરવાથી બાળકોનું શરીર પણ સ્વસ્થ અને મજબૂત રહે છે.તમારે તેમને પાર્કમાં લઈ જઈને હળવી કસરત કરાવી જોઈએ.આ સિવાય તમારે એવું ગ્રુપ બનાવવું જોઈએ.જેની સાથે બાળક કસરત કરી શકે. બાળકો એકબીજાને જોઈને વસ્તુઓ વધુ સરળતાથી સમજે છે.

બાળકને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવો

વધતા વજનના કારણે બાળકોમાં અનેક બીમારીઓ પણ થઈ શકે છે. તેથી, તમારા બાળકોને આરોગ્યપ્રદ ખોરાક આપો. તેમને સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત કરો. જો બાળકનું વજન ખૂબ ઝડપથી વધી રહ્યું છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.