Site icon Revoi.in

ચીન નવા પરમાણ હથિયારોને વિકસિત કરી રહ્યું છેઃ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Social Share

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આવા સમયમાં ચીન દ્વારા પોતાના પરમાણુ હથિયારોના આધુનિકીકરણના કાર્યક્રમોને વધુ તેજ બનાવવામાં આવ્યાં હોવાનો ખુલાસો ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના રિપોર્ટમાં થયો છે. રિપોર્ટ અનુસાર ચીન સમગ્ર એશિયામાં પરમાણુ હથિયારોની સંખ્યામાં પહેલા નંબર ઉપર છે. એટલું જ નહીં નવા-નવા પરમાણું હથિયારોને વિકસિત પણ કરી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના ન્યુક્લિઅર ઇન્ફોર્મેશન પ્રોજેક્ટના ડાયરેકટર હેંસ એમ ક્રિસ્ટેંસેનના રિપોર્ટ અનુસાર પાણીની અંદર પરમાણુ હથિયારોની તૈનાતી માટે ચીન મોટી સંખ્યામાં સબમરીનનું પણ નિર્માણ કરી રહ્યું છે. એટલું જ નહીં ચીનની પાસે જમીનથી પરમાણુ હુમલો કરનાર 12 મિસાઇલો છે. જ્યારે ચીનની એક-એક મિસાઇલ હવા અને પાણીથી પરમાણુ હુમલો કરવામાં સક્ષમ છે. ચીનની પાસે લગભગ 350 જેટલા પરમાણુ બોમ્બ છે. જે પૈકી 240 પરમાણુ વોરહેડ્સને ઓપરેશનલ લેન્ડ-બેઝ્ડ બેલેસ્ટિક મિસાઇલોમાં ફિટ કરાઇ છે. જ્યારે 48 સી-બેઝડ બેલેસ્ટિક મિસાઇલો અને 20 ન્યુક્લિઅર ગ્રેવિટી બોમ્બમાં ઉપયોગ કરાયો છે. તેમજ બાકીના વોરહેડ્સને રિઝર્વમાં પણ રખાયા છે.