Site icon Revoi.in

ચીનને પોતાની વેક્સિન પર જ નથી વિશ્વાસ – જર્મની પાસેથી ખરીદી રહ્યું છે ફાઈઝર-બાયોએનટેકની વેક્સિન

Social Share

દિલ્હીઃ-ચીન આમ તો વેક્સિન બનાવવાની બાબતે પ્રથમ હોવાનો દાવો કરતું આવ્યું છે ,જો કે તાજેતરમાં એવા રિપોર્ટસ મળી આવ્યા છે કે ચીન દ્રારા ફાઈઝર બાયોએનટેકની વેક્સિનની ખરીદી કરવામાં આવી રહી છે,જો ખરેખર ચીન આ વેક્સિન ખરીદી રહ્યું છે તો એમ ચોક્કસ કહી શકાય કે ચીનને પોતાની જ વેક્સિન પર વિશ્વાસ નથી.

ઉલ્લેખનીય છે કે,ચીને જર્મની સાથે ફાઇઝર-બાયોએનટેક વેક્સિન ખરીદવાનો સોદો કર્યો હતો. સમગ્ર વિશ્વમાં કોરોનાનું સક્રમણ ફેલાવનાર ચીનએ દાવો કર્યો હતો કે વિશ્વમાં સોથી પહેલા વેક્સિન તેણે વિકસાવી છે ,જો કે આ સોદો એ વાતની ખરાઈ દર્શાવે છે કે ચીનને તેની વેક્સિન પર જરાય વિશ્વાસ નથી .

અમેરિકા અને ચીનના સંબંધો ઘણા સમયથી બગડ્યા છે, જેના કારણે અમેરિકા પોતાને આ વેક્સિન નહી આપે તેવા ભયથી છેવટે ચીનએ જર્મની સાથે ફાઇઝર બાયોએનટેક વેક્સિન માટે સોદો કર્યો હતો.

કોરોનાના સામે આ વેક્સિનના બે ડોઝ આપવામાં આવતા હોય છે, આ વેક્સિનને લઈને ચીને દસ કરોડ ડૉઝ માટે સોદો કર્યો હોવાની માહિતી મળી આવી છે, ઉલ્લેખનીય છે કે, ફાઇઝર અમેરિકાની કંપની છે જ્યારે બાયોએનટેક જર્મનની કંપની છે. ફાઇઝર અને બાયોએનટેક બંનેએ સાથે મળીને આ વેક્સિન વિકસાવી છે જેથી ચીનએ અમેરિકા પાસે મદદ ન માંગતા જર્મની સાથે કરાર કર્યો છે.ચીન અમેરિકાના સંબંધોમાં ઘણા સમયથી તીરાળ પડેલી જોવા મળી છે જેને કારણે ચીનએ વેક્સિનની માંગણી અમેરિકા પાસે કરી નથી.

સાહિન-