Site icon Revoi.in

હવાનું પ્રદુષણ ફેલાવવામાં ચીન અવ્વલ, એક વર્ષમાં 14 ગીગાટન પ્રદૂષિત વાયુ હવામાં છોડયો

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. દુનિયામાં કોરોના મહામારી માટે અમેરિકા સહિતના અનેક દેશો ચીનને જવાબદાર માની રહ્યાં છે. દરમિયાન ચીન દુનિયામાં સૌથી હવાનું પ્રદુષણ ફેલાવતું હોવાનું સામે આવ્યું છે. ચીન વાતાવરણમાં 27 ટકા ગ્રીનહાઉસ ગેસ છોડતું હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કાર્બન ઉત્સર્જન મામલે ચીન પ્રથમ ક્રમે હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રોડિયમે રજૂ કરેલા અહેવાલ અનુસાર વિશ્વમાં વર્ષ 2019માં 52 ગીગાટન ગ્રીનહાઉસ ગેસ હવામાં ભળ્યો હતો. જેમાં ચીને 27 ટકા એટલે કે 14 ગીગાટન પ્રદૂષિત વાયુ હવામાં છોડયો હતો. જ્યારે અમેરિકાએ 11 ટકા અને ભારતે 6.6 ટકા ગેસ વાતાવરણમાં ફરતો મુક્યો હતો. આવી જ રીતે યુરોપિયન સંઘે 6.4, ઈન્ડોનેશિયાએ 3.4 ટકા, રશિયાએ 3.1 ટકા, બ્રાઝિલે 2.8 ટકા અને જાપાને 2.2 ટકા જેટલી પ્રદુષિત હવા વાતાવરણમાં છોડી હતી. આમ બધા જ વિકસિત દેશોએ મળીને જેટલો ગ્રીનહાઉસ ગેસ વાતાવરણ છોડયો હતો એનાથી પણ વધુ એકલા ચીને છોડયો હતો. ચીન-અમેરિકા-ભારત ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં અનુક્રમે પહેલા ત્રણ દેશો રહ્યા હતા.

વિશ્વમાં વર્ષ 1990ની સરખામણીએ ચીનનું ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ભયાનક ખૂબ જ વધી ગયું છે. દુનિયામાં કુલ 52 ગીગાટન ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થયું હતું, જે એક દશકામાં 11 ટકા વધી ચૂક્યું છે. એક દશકા પહેલાં ગ્રીનહાઉસ ગેસનું કુલ ઉત્સર્જન 45 ગીગાટનથી 47 ગીગાટન સુધી રહેતું હતું. દુનિયાભરમાં કોરોનાના કારણે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો થયો છે, પરંતુ ચીનમાં 1.7 ટકાનો વધારો નોંધાયો છે.