- ચીનની પીછે હટ
- પૈેગગોત્સો વિલસ્તારમાંથી 200 ટેંક હટાવ્યા
દિલ્હીઃ-લદાખમાં એલએસીને લઈને છેલ્લા 9 મહિનાથી ચાલી રહેલો તણાવ હવે ઘીરે ઘીરે ઓછા થતો જાવા મળી રહ્યો છે, આ સમય દરમિયાન ચીને ફરી એકવાર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે સમાધાનની વાટાઘાટો પછી માત્ર બે દિવસમાં ચીને 200 થી વધુ ટેંક ખસેડી લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીન આવનારા 15 દિવસમાં પેંગોંગ ત્સો વિસ્તારને સંપૂર્ણ ખાલી કરી દેશે. આ પછી, ભારત સરકાર અન્ય ક્ષેત્રોને ખાલી કરવા આગ્રહ કર્યો.
ચીન અને ભારતની સેનાઓએ સમજૂતી હેઠળ પૈંગોંગ લેકના ઉત્તર અને દક્ષિણી તટ સુધી બુધવારે સવારથી પીછેહઠ કરતા જોવા મળ્યા છે. બન્ને સેના વિસ્તારમાં શાંતિ અને અમન કાયમ રાખવાની બાબતે આગળ વધી રહી છે, છેલ્લા 9 મહિના બાદ આ સફળતા દેશને પ્રાપ્ત થઈ છે.
આ સમગ્ર પ્રક્રિયા ખતમ થવા બાદ 48 કલાકમાં જ એક કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક યોજાશે, જેમાં ગતિરોધ વાળા અનેક વિસ્તારો જેવા કે હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને 900 ચોરસ કિ.મી. ડેપસાંગ મેદાન અંગે ચર્ચા કરવામાં આવશે. સંરક્ષણ પ્રધાને રાજ્યસભામાં કહ્યું, ‘પૂર્વી લદ્દાખમાં એક્યુઅલ કંટ્રોલ લાઇનની બાજુમાં કેટલાક અન્ય સ્થળોએ જમાવટ અને પેટ્રોલિંગ સંબંધિત કેટલાક બાકી મુદ્દાઓ છે. આ ચીની પક્ષ સાથે વધુ ચર્ચા માટેનું કેન્દ્ર હશે.
સાહિન-