Site icon Revoi.in

પૂર્વ લદ્દાખમાં કડકતી ઠંડીમાં ચીને કરી પીછેહટ – ચીને 10 હજાર સૈનિકોને એલએસી પરથી હટાવ્યા

Social Share

દિલ્હીઃ-ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક ચ નિયંત્રણ રેખા પાસેથી ચીને 10 હજાર સૈનિકો પાછા વાળ્યા છે.વ કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વી લદ્દાખમાં તીવ્ર ઠંડીને કારણે ચીને આ નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, ચીને ભારતીય સરહદ નજીક 200 કિલોમીટરના Dઅંતરમાંથી પોતાની સેનાને પરત બોલાવી લીધી છે

મળતી માહિતી પ્રમાણે, પૂર્વી લદ્દાખમાં ભારતીય સરહદની નજીકનો વિસ્તાર,કે  જ્યાં પરંપરાગત રીતે ચીની સૈનિકોએ તાલીમ લેતા હોય છે,તે સ્થળ  હવે તે ખાલી જોવા મળ્યું છે. ગયા વર્ષે માર્ચ-એપ્રિલ દરમિયાન બંને પક્ષો વચ્ચે તણાવ પેદા થયો હતો, જ્યારે ચીને સરહદ પર 50 હજાર સૈનિકો તૈનાત કર્યા હતા. ત્યારથી આ સૈનિકો ત્યાં જ તૈનાત હતા.જો કે ઠંડીના કારણે સેનિકોને પીછેહચ કરવી પડી છે.

ઉલ્લેખનીય છે કે, વિતેલા શુક્રવારે સવારે પીપલ્સ લિબરેશન આર્મીનો એક સૈનિક પૂર્વી લદ્દાખમાં પેંગોંગની દક્ષિણ બાજુએ, ભારત તરફ વાસ્તવિક નિયંત્રણ રેખાને ઓળંગી રહ્યો હતો. મળતી માહિતી મુજબ, પીએલએ સૈનિકને પૂર્વી લદ્દાખના ચૂશુલ-મોલ્ડો સરહદ બિંદુ પર સોમવારે સવારે 10.10 કલાકે ચીનને પરત સોપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ચીન અને ભારત વ્ચેચના તણાવ બાદ ચીનના સેન્કો અવાર નવાર એલએસી પાસે ઘૂસણખોરી કરવાના નાકામ પ્રયત્નો કરતું આવ્યું છે ત્યારે હવે કુદરતી પ્રકોપ ઠંડીના કારણે ચીને તેના અડધા સૈનિકોને પરત બોલાવવાનો વારો આવ્યો છે.

સાહિન-