Site icon Revoi.in

પૂર્વી લદ્દાખમાં ચીની સેનાની જોવા મળી હલચલ – ભારતે એલએસી પર સુરક્ષામાં વધારો કર્યો

Social Share

દિલ્હીઃ-પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ભારતની વાસ્તવિક નિયંત્રણ રેખા  (એલએસી) પર લગભગ એક વર્ષ પહેલા શરુ થયેલ બન્ને દેશો વચ્ચેનો તણાવ આજે પણ યથાવત્ જોવા મળી રહ્યો  છે. આવી સ્થિતિમાં એલએસીની બાજુમાં આવેલા વિસ્તારોમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને, ભારતીય સેનાએ પણ તેના સૈનિકોને જાગ્રત રહેવાની સૂચના આપી છે. શ્રીનગરથી લદ્દાખ તરફ સૈન્યની હિલચાલ પણ તીવ્ર થઈ ગઈ છે.

આ સમગ્ર મામલે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચીને ગાલવાન ખીણ અને પેંગોંગ-ત્સો તળાવના ઉત્તરીય ભાગમાંથી પોતાની સેના પાછા ખેંચવાની સંમતિ આપી હોવા છતાં, ભારત અને ચીન વચ્ચેના તણાવને પગલે પરસ્પર પીછે હટ કરી નહોતી, કેટલાક એવા ક્ષેત્રમાં  તેમણે સંપૂર્ણ પીછેહટ કરવાનો ઇનકાર કર્યો હતો. આ વિસ્તારોમાં દીપસાંગ મેદાનો, હોટ સ્પ્રિંગ, ગોગરા અને ડેમચોકનો વિસ્તારનો સમાવેશ થાય છે

ભૂતપૂર્વ સૈન્ય અધિકારીએ આ મામલે કહ્યું કે આ વિસ્તારોમાં ચીની પીએલએના જવાનોની હાજરી ચોક્કસપણે ચિંતાનો વિષય છે કારણ કે ચીન પર ક્યારેય વિશ્વાસ કરી શકાતો નથી. તે કોઈપણ સમયે કોઈપણ ક્રિયા કરી શકે છે. આવી સ્થિતિમાં, આપણી સેનાએ સંપૂર્ણ જાગ્રત રહેવાની જરૂર છે. તે જ સમયે, એક સૈન્ય અધિકારીએ કહ્યું કે ચીને એલએસીની નજીક ઉનાળાની કવાયત શરૂ કરી છે અને આ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને, અમે અમારા સૈનિકોને પણ જાગૃત રહેવાની સૂચના આપી છે.

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ના અધિકારીના જણાવ્યા અનુસાર તાજેતરમાં ઝોજિલા પાસ ખોલવામાં આવ્યો છે અને તેઓએ થોડા દિવસોથી લદ્દાખ તરફ સૈન્યની ગતિવિધિમાં વધારો જોયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમ છતાં તેમને હજી સુધી કોઈ ઓપચારિક આદેશો મળ્યા નથી, એવા અહેવાલો છે કે આપણે આગામી દિવસોમાં સૈન્યના ડબલ અપ ડાઉન ચળવળની તૈયારી કરીશું.

Exit mobile version