Site icon Revoi.in

ક્રિસ હિપકિન્સ બન્યા ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન

Social Share

દિલ્હી:ક્રિસ હિપકિન્સ ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન બન્યા છે.બુધવારે તેમણે દેશના 41માં વડાપ્રધાન તરીકે શપથ લીધા.ન્યુઝીલેન્ડના સરકારી પ્રસારણકર્તા RNZએ આ માહિતી આપી છે.જેસિન્ડા અર્ડર્ન વડા પ્રધાન તરીકે છેલ્લી વખત ન્યુઝીલેન્ડની સંસદમાં પહોંચ્યા, સીધા સરકારી ગૃહ તરફ પ્રયાણ કર્યું, જ્યાં તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું.કાર્મેલ સેપુલોનીએ નાયબ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો.પદ સંભાળ્યા પછી, હિપકિન્સે સંકેત આપ્યો છે કે,વધતી જતી મોંઘવારીનો સામનો કરવો એ તેમની કેબિનેટ માટે પ્રાથમિકતા રહેશે.

હિપકિન્સ પ્રથમ વખત 2008માં ન્યુઝીલેન્ડની સંસદમાં ચૂંટાયા હતા.નવેમ્બર 2020 માં, કોરોના મહામારી દરમિયાન, તેમને મંત્રી તરીકે કોરોના સાથે વ્યવહાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સિવાય હિપકિન્સે પોલીસ મંત્રાલય, શિક્ષણ અને જાહેર સેવા જેવા મંત્રાલયો પણ સંભાળ્યા છે.

ભૂતકાળમાં, જેસિન્ડા આર્ડર્ને વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.જેસિંડા અર્ડર્નના રાજીનામા બાદ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન પદના દાવેદારોના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે.જેમાં બાજી ક્રિસ હિપકિન્સે જીતી હતી.પોતાના રાજીનામાની જાહેરાત કરતા જેસિન્ડા અર્ડર્ને કહ્યું કે,તે જાણે છે કે વડાપ્રધાન પદ માટે ઘણી જવાબદારી અને સમર્પણની જરૂર પડે છે પરંતુ હવે તે તેની સાથે ન્યાય કરી શકવા સક્ષમ નથી, તેથી તે પદ પરથી હટી રહી છે પરંતુ ઘણા સાથીદારો છે જેઓ આ જવાબદારી નિભાવવા તૈયાર છે. સારું પ્રદર્શન કરી શકે છે.