Site icon Revoi.in

પીએમ આવાસમાં નાતાલની ઉજવણી, ખ્રિસ્તી સમુદાયના આગેવાનો સાથે પીએમ મોદીએ કરી મુલાકાત

Social Share

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં આજે નાતાલ પર્વની ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખ્રિસ્તી સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. બાળકોએ પણ નાતાલ પર્વ પર આયોજીત આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ખ્રિસ્તી સમુદાય સામે મારો જુનો અને આત્મીય સંબંધ છે. ગુજરાતના મુખ્યમંત્રી કાળમાં અવાર-નવાર ખ્રિસ્તી સમુદાય અને તેમના નેતાઓને મળતો હતો. દેશમાં વિકાસનો ફાયદો તમામ લોકોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 2047 સુધી વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય સાથે આપણે આપણી વિકાસ યાત્રાને ઝડપથી આગળ વધારીશું. આ વિકાસયાત્રામાં આપણા સૌથી મહત્વપૂર્ણ સાથી આપણા યુવાનો છે.

ભાજપાના અધ્યક્ષ જે.પી.નડ્ડા દિલ્હી સ્થિત એક ચર્ચમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ ચર્ચમાં વિશેષ પ્રાર્થનામાં ઉપસ્થિત રહેલા નડ્ડાએ ઈસા મસીહાને માનવતાને પ્રેરણાસ્ત્રોત બતાવ્યા હતા. ચર્ચ પહોંચતા જ જે.પી. નડ્ડાએ કહું કે,  મે ઈસા મહિસા પાસેથી આર્શિવાદ લીધા છે, આપણે તમામ જાણીએ છે કે, તેઓ આપણા તમામ માટે પ્રેરણાસ્ત્રોત છે આજે તેમને અને તેમની સિક્ષાને યાદ કરવાનો દિવસ છે. લોકો અને સમાજમાં સદભાવ, શાંતિ અને વિકાસ સ્થાપિત કરવા માટે તેમણે દર્શાવેલા માર્ગ ઉપર ચાલવું જોઈએ. નાતાલના પર્વ ઉપર તમામ ખ્રિસ્તીઓને શુભકામનાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિતના મહાનુભાવોએ નાતાલ પર્વને લઈને ખ્રિસ્તી સમુદાયને સોશિયલ માડિયા મારફતે શુભકામનાઓ પાઠવી હતી.