- રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવામાં પીએમ મોદીની મહત્વની ભૂમિકા
- આ કાર્ય માટે CIA ચીફે પીએમ મોદીની કરી પ્રસંશા
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે ઘર્ષની સ્થિતિ જોવા મળી બન્ને દેશઓ વચ્ચે યુદ્ધા જેવી પરિસ્થિતિમાં ભારતે શાંતિ સ્થાપવાના ઘણા પ્રયત્નો કર્યા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતે પરમાણુ હથિયારોના ઉપયોગને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.આ બાબતે હવે વિશ્વભરમાં પીએમ મોદીની પ્રસંશા થી રહી છે.
પ્રાપ્ત જાણકારી અમેરિકન ગુપ્તચર એજન્સી CIAના ડાયરેક્ટર બિલ બર્ન્સે આ માટે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. બર્ન્સે કહ્યું છે કે પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોની રશિયનો પર અસર પડી હતી અને યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક આફતને રોકવામાં મદદ મળી હતી.
CIAના વડાએ . આ સાથે તેમણે પરમાણુ યુદ્ધના વધતા જોખમ અંગે પણ ચેતવણી આપી હતી આ સાથે જ તેમણે કહ્યું કે “મને લાગે છે કે આ ડરાવવા માટે કરવામાં આવશે. અમને વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની યોજનાના કોઈ સ્પષ્ટ પુરાવા દેખાતા નથી.” સીઆઈએના વડા બિલ બર્ન્સ દ્વારા આ ટિપ્પણી રશિયન વડા પ્રધાન વ્લાદિમીર પુટિને કહ્યું હતું કે સંઘર્ષ થોડો વધુ સમય લેશે તેના થોડા દિવસો પછી આવી છે.ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી ભારત સંવાદ અને મુત્સદ્દીગીરીનું આહ્વાન કરી રહ્યું છે. વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, 16 ડિસેમ્બરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની ટેલિફોનિક વાતચીતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં વાતચીત અને કૂટનીતિને જ એકમાત્ર રસ્તો ગણાવ્યો હતો.