Site icon Revoi.in

CJI ચંદ્રચુડે KV વિશ્વનાથન અને જસ્ટિસ પ્રશાંત મિશ્રાને શપથ લેવડાવ્યા

Social Share

દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં આજે 2 નવા જજ મળ્યા છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા હતા. ડીવાય ચંદ્રચુડે આજે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને વરિષ્ઠ વકીલ કલાપતિ વેંકટરામન વિશ્વનાથનને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા હતા

જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને એમ.આર.શાહની નિવૃત્તિ બાદ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34ની મંજૂર સંખ્યાથી ઘટાડીને 32 કરવામાં આવી હતી. હવે આ બે ન્યાયાધીશોના આગમન સાથે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા ફરીથી તેની મંજૂર સંખ્યા જેટલી થઈ ગઈ છે.

આ પહેલા મોદી સરકારના કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો, કિરેન રિજિજુને કાયદા મંત્રી પદ પરથી હટાવીને અર્જુન રામ મેઘવાલને નવા કાયદા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. તે જ સમયે, અર્જુન રામ મેઘવાલે તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના બે નવા ન્યાયાધીશોની નિમણૂકની માહિતી આપી હતી. તેમણે લખ્યું છે કે ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ભારતના માનનીય રાષ્ટ્રપતિ, માનનીય મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી, ન્યાયમૂર્તિ પ્રશાંત કુમાર મિશ્રા અને વરિષ્ઠ વકીલ કે.વી. વિશ્વનાથનને સુપ્રીમના ન્યાયાધીશો તરીકે નિયુક્ત કરતા પ્રશન્નતા થઇ રહી છે.