Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના પુલવામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ – બે આતંકીઓ ઠાર મરાયા

Social Share

શ્રીનગરઃ- દેશના રાજ્ય જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સતત અહીની શાંતિ ભંગ કરવનાવા પ્રયત્ન કરતા રહે છે ત્યારે રાજ્યના પુલવામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે જેમાં 2 આતંકીઓ ઠાર મરાયા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના પુલવામાના લૈરો-પરીગામ વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી. પોલીસ અને સુરક્ષા દળોએ ચાર્જ સંભાળ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.

નેશનલ ડેસ્કઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે. આતંકીની ઓળખને લઈને કોઈ માહિતી સામે આવી નથી. સુરક્ષા દળોને રવિવારે મોડી રાત્રે પુલવામા જિલ્લાના પરિગામ ગામમાં આતંકવાદીઓની હિલચાલની માહિતી મળી હતી, ત્યારબાદ જવાનોએ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

 આ અડામણ દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે હજુ સુધી પોલીસ અને સેના દ્વારા આતંકીઓને માર્યા ગયાની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.આ પહેલા 18 ઓગસ્ટે ઉત્તર કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી.

આ દરમિયાન અહીં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સ પર કાર્યવાહી કરીને, આર્મી, બીએસએફ અને પોલીસની સંયુક્ત ટીમે 15 થી 18 ઓગસ્ટ સુધી કુપવાડાના માછિલ સેક્ટરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.