Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ – 2 આતંકી ઠાર મરાયા, સેનાના 3 જવાન શહીદ

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની  નજર રહેતી હોય છે તેઓ સતત અહીંની શઆંતિ ભંગ કરવાનો પ્રત્ન કરે છે જો કે સેના સતત ખડેપગે રહીને આતંકીઓના નાપાક ઈરાદાઓને નાકામ બનાવે છે ત્યારે આજે ફરી સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

જમ્મુ-કાશ્મીરના રાજૌરીના દરહાલ વિસ્તારના પરગલમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણ સર્જાય હતી.અહી  સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. તે જ સમયે, ફાયરિંગમાં સેનાના ત્ણ જવાનો પણ શહીદ થયા છે.

સેના તરફથી માહિતી અપાઈ છે કે “આતંકવાદીઓએ વહેલી સવારે રાજૌરી જિલ્લાના દારહાલ વિસ્તારમાં બુધ કનાડી પાસે પરગલમાં આર્મી કેમ્પની વાડને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. રક્ષકની ફરજ પરના સંત્રીએ તેને પડકાર્યો. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો હતો.” અધિકારીઓએ કહ્યું કે આ એક આત્મઘાતી હુમલો હતો જેને ગાર્ડ ડ્યુટી પર સતર્ક સંત્રીએ નિષ્ફળ બનાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કેટલાક વોકો દારહાલથી લગભગ 6 કિમી દૂર સરહદ પાર કરીને ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાના જવાનોને તેની જાણ થતાં જ તેમને આત્મસમર્પણ કરવા જણાવ્યું. પરંતુ આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

ત્યાર બાદ સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી કરી ગોળીબાર શરુ કર્યો જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. તે જ સમયે, સેનાના 3 જવાન શહીદી ઓરી ગયા છે. આ વિસ્તારમાં ગોળીબાર બંધ થયા બાદ સેનાના જવાનો અને પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. તે જ સમયે, પોલીસ સ્ટેશન દરહાલથી લગભગ 6 કિમી દૂર પર સેનાની વધારાની ટીમ મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે સ્વતંત્રા દિવસને લઈને આતંકીઓની નજર ભારત પર છે જેથી દેશભરમાં સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવાયો છે ત્યારે ખાસ સીમાવતી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે.