Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ શરૂ -સેના અને આતંકીઓ વચ્ચે સામસામે ગોળીબાર

Social Share

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર પ્રદેશ પર સતત આતંકીઓ પોતાની નાપાક નજર રાખઈને બેઠા હોય છએ અવારનવાર તેઓ અહીંની શાંતિ ભંગ કરવાનો પ્રયતક્ન કરે છે ત્યારે સેનાના જવાનો વળતો જવાબ આપતા હોય છએ ત્યારે આજરોજ બુઘવારે અને સુરક્ષા દળો ફરી સામસામે જોવા મળ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાને પગલે પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીર જિલ્લાના કુજ્જર વિસ્તારમાં થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “કુલગામના કુજ્જર વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા દળો પોતાનું કામ કરી રહ્યા છે.

પોલીસે આપેલી જાણકારી અનુસાર આ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓ સંતાયેલા હોવાની  શંકાઓ  છે. આતંકવાદીઓ અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે અને સુરક્ષા દળો તેમની નાપાક ગતિવિધિઓનો જવાબ આપી રહ્યા છે.જવાબમાં સુરક્ષા દળોએ પણ આતંકીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જે બાદ બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. વિસ્તારના લોકોને ઘરની બહાર ન નીકળવા આદેશ આપવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ કહ્યું કે આતંકવાદીઓને ટૂંક સમયમાં ઠાર કરવામાં આવશે.
આ સહીત સુરક્ષા દળોને આ વિસ્તારમાં 2 થી 3 આતંકવાદીઓ સંતાયા  હોવાની બાતમી મળતાં આતંકવાદીઓનો સામનો કરવાનું ઓપરેશન શરૂ થયું હતું.સેનાના જવાનોની ટીમો બનાવવામાં આવી છે અને વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.અને સુરક્ષાદળો પણ વળતો જવાબ આપતા ગોળીબાર કરી કાર્યવાહી કરી રહ્યા છે.