Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓ અને સેના વચ્ચે  અથડામણ – એક આતંકી ઠાર

Social Share

શ્રીનગરઃ- જમ્મુ -કાશ્મીરમાં અવાર નવાર દુશ્મન દેશોની જનર રહેતી હોય છે, આતંકીઓને ઘુણસણ ખોરી કરાવવાથી લઈને અનેક નાપાક ઈરાદાઓને સફળ બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે જો કે દેશની સેના ખડે પગે રહીને આતંકીઓના ઈરાદાઓને સફળ થવા દેતી નથી.

ત્યારે હવે જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયાના સમાચાર મળી રહ્યા છે,. જમ્મુ -કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે, બુધવારે એક સક્રિય આતંકી અનાયત અશરફ ડાર, જે ઓજીડબ્લ્યૂ હતો અને શોપિયાના કેશવામાં ડ્રગ્સના કેસમાં પણ સામેલ હતો,આ પહેલા આતંકીઓએ બુધવારે શોપિયાંના ચિત્રગામ કલાન વિસ્તારમાં એક નાગરિક પર ગોળીબાર કર્યો હતો જે નાગરિક ઘાયલ થયો હતો.

સૂત્રોના ઇનપુટ્સ બાદ સુરક્ષા દળોએ જિલ્લાના ઝૈનાપોરા વિસ્તારના કાશવા ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. આ આતંકવાદીને પહેલા તો સેના દ્રારા આત્મસમર્પણ કરવાની વાત કરવામાં કરવામાં આવી હતી પરંતુ તે સંમત થયો ન હતો. બાદમાં સામસામે ચાલેલા ગોળીબાદમાં તેને ઠાર કરવામાં આવ્યો હતો. તેની પાસેથી એક પિસ્તોલ અને જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા.

તો બીજી તરફ ઘાયલ નાગરિક હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે.પોલીસે નાગરિકની ઓળખ ઝમીર અહમદ ભટ તરીકે કરી હતી, જે વ્યવસાયે દુકાનદાર છે અને ડાંગરપોરા ચિત્રગામ કલાનનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા મુજબ, તેના પગમાં ગોળી વાગી હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય  રહ્યું છે.

Exit mobile version