Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં મોડી રાતે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, સુરક્ષા દળોએ બે આતંકીઓને ધેર્યા

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કેન્દ્ર સાશિત પ્રદેશમાં આતંકીઓના હુમલા કરવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે, જો કે સેનાના જવાનો દ્વારા આતંકીઓને મૂહતોડ જવાબ પણ આપવામાં આવે છે, ત્યારે ગતરોજ મંગળવારની મોડી રાતે ફરી એક વખત શહેરની હદમાં આવેલા નૌગામના વગુરા ખાતે  આતંકવાદીઓ સાથે સેનાના જવાનોનું ઘર્ષણ શરૂ થયું હતું , જામાં બે આતંકીઓ ઘેરાયેલા હોવાની આશંકા છે. હાલ ઓપરેશન શરુ છે, આ સાથે જ સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે વાગુરા વિસ્તારમાં આતંકીઓ હોવાની  બાતમીના આધારે સુરક્ષા દળોએ રાત્રે કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કોર્ડન સખ્ત  ૃબનતો જોઈને ઘરમાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધી હતું. જો કે, સુરક્ષા દળોએ સંયમનો ઉપયોગ કર્યો અને તેમને શરણાગતિની પણ તક આપી.

અનેક પ્રયાસો બાદ પણ આતંકીઓએ શરણાગતિને બદલે ફાયરિંગ કરવાનું શરુ જ રાખ્યું, આતંકીઓની જવાબી કાર્યવાહીમાં એન્કાઉન્ટર શરૂ થયું. થોડી વાર બાદ આતંકીઓ તરફથી ફાયરિંગ આવવાનું બંધ થઈ ગયું.

આ મામલે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી રાખ્યો હતો જેથી આતંકવાદીઓનો કોઈ પણ ફાયદો ઉઠાવતા ભાગી ન શકે. જો કે સ્થાનિકોને કોઈ પણ નુકશાન થવા પામ્યું નથી