Site icon Revoi.in

સ્વચ્છતા સર્વેક્ષણઃ SWMના કર્મચારીઓનું સન્માન, જુઓ Video

Cleanliness Survey: SWM employees honored

Cleanliness Survey: SWM employees honored

Social Share

અમદાવાદ, 30 એપ્રિલ 2026સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન અમદાવાદ શહેરને ગૌરવ અપાવનાર SWMના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સતત કામગીરી કરતા કર્મચારીઓના ઉત્સાહમાં વધારો થાય તે દિશામાં ઉત્તર-પશ્ચિમ ઝોન ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. સાપ્તાહિક સમીક્ષા બેઠક દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા સર્વેક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્ટાફને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સોલિડ વેસ્ટ ટીમના કર્મચારીઓનો ગૌરવસભર સન્માન થયું

સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને આગળ વધારવા માટે વોર્ડ અને ઝોનલ સ્તરે નોંધપાત્ર યોગદાન આપનાર ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ના સભ્યો, મોર્નિંગ રાઉન્ડ દરમિયાન ઉત્તમ કામગીરી કરનાર સેનેટરી સબ-ઇન્સ્પેક્ટર કક્ષાના કર્મચારીઓ તેમજ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા અને નાગરિકો પાસેથી હકારાત્મક પ્રતિસાદ મેળવનાર સ્ટાફને આ પ્રસંગે વિશેષ માન્યતા આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ આપ્યો પ્રજાજોગ સંદેશઃ જાણો શું કહ્યું?

પ્રશંસાપત્રો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સબ-ઝોન અને ઝોનલ વિભાગોના વડાઓની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં તમામ કર્મચારીઓને આગામી સમયમાં પણ વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે કામગીરી કરવાની પ્રેરણા આપવામાં આવી હતી.

શહેરને સ્વચ્છ અને સજ્જ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા લેવામાં આવતી આવી પહેલો કર્મચારીઓમાં પ્રોત્સાહન પૂરું પાડે છે અને નાગરિકોને ગુણવત્તાયુક્ત સેવાઓ પહોંચાડવામાં સહાયક બને છે.

Exit mobile version