Site icon Revoi.in

દિલ્હી એનસીઆરમાં વાતાવરણમાં પલટો -ઠંડા પવન સાથે વરસાદની શક્યતાઓ

Social Share

દિલ્હી – દેશના કેટલાક વિસ્તારોમાં ઠંડી પુરી થયા બાદ ગરમીએ માજા મૂકી છે, ત્યારે દિલ્હીમાં પણ શિયાળો પુરો થયા બાદ અસહ્ય ગરમી સર્જાય હતી જો કે ગરમી વચ્ચે આજરોજ વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે.

પશ્ચિમી ખલેલને કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં અટકી અટકીને વરસાદ અને બરફવર્ષા થી રહી છે, જેની અસર દિલ્હી-એનસીઆરમાં જોવા મળી રહી છે, અહી હવામાન હવે બદલાયું છે. આજરોજ વહેલી સવારથી જ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અંધારુ છવાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દિલ્હી-એનસીઆરમાં આજે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. દિલ્હી વાસીઓને ગરમીમાથી રાહત મળશે.

આવનારા બે દિવસ સુધી દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેના કારણે અઠવાડિયાના અંત સુધીમાં, સૂર્યની તીવ્ર ગરમીથી રાહત મળી શકશે. આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

પ્રાદેશિક હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વિતેલા દિવસને રવિવારે મહત્તમ તાપમાન સામાન્યથી ચારથી વધીને 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 16.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં હવામાં ભેજનું મહત્તમ સ્તર 30 થી 90 ટકા નોંધાયું હતું.

સાહિન-