Site icon Revoi.in

જલવાયુ શિખર સમ્મેલમાં પીએમ મોદીનો સંકલ્પ- ‘વર્ષ 2070 સુધી કાર્બન ન્યૂટ્રલ બનશે ભારત’

Social Share

 

દિલ્હીઃ ગ્લાસગોમાં ચાલી રહેલી COP26 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સહિતના વિકાસશીલ દેશોનો અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે આજે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું ત્યારે હું ભારતનો ટ્રેક રેકોર્ડ પણ લઈને તમારા સામે આવ્યો છું. મારા શબ્દો માત્ર શબ્દો નથી, તે ભવિષ્યની પેઢીનો ઉજ્જવળ ભવિષ્યનો પોકાર છે.

પીએમ મોદીએ આ દરમિયાન હિન્દીમાં સંબોધન કરતાં જળવાયુ પરિવર્તનનો સામનો કરવા પંચામૃતનું સૂત્ર આપ્યુ હતું.આ પહેલા પીએમએ કહ્યું હતું કે ભારતની જેમ, મોટાભાગના વિકાસશીલ દેશો માટે કૃષિ ક્ષેત્ર માટે ક્લાયમેટ ચેન્જ એક મોટો પડકાર સમાન છે. પાકની પદ્ધતિમાં ફેરફાર, કમોસમી વરસાદ અને પૂર કે વારંવારના વાવાઝોડા પાકનો નાશ કરે છે.

પીએમ મોદીએ કહેલી વાતોના કેટલાક અંશો

મારા માટે પેરિસમાં થયેલું આયોજન એક શિખર સંમેલન ન હતી, તે એક લાગણી હતી, તે એક પ્રતિબદ્ધતા હતી. અને ભારત વિશ્વને તે વચનો નથી આપી રહ્યું હતું, પરંતુ તે વચનો, 125 કરોડ ભારતીયો તેને પોતાની જાતને આપી રહ્યા હતા.આજે, વિશ્વની વસ્તીના 17 ટકા હોવા છતાં, જેનું ઉત્સર્જન માત્ર 5 ટકા માટે જવાબદાર છે, ભારતે તેની ફરજ નિભાવવામાં કોઈ કસર છોડી નથી.મને ખુશી છે કે ભારત જેવો વિકાસશીલ દેશ, જે કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનું કામ કરી રહ્યો છે, તે કરોડો લોકો માટે જીવનની સરળતા માટે દિવસ-રાત કામ કરી રહ્યો છે.

આજે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું ત્યારે ભારતનો ટ્રેક રેકોર્ડ પણ લઈને આવ્યો છું. મારા શબ્દો માત્ર શબ્દો નથી, તે ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો પોકાર છે. આજે ભારત સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં વિશ્વમાં ચોથા ક્રમે છે. દર વર્ષે વિશ્વની સમગ્ર વસ્તી કરતા વધુ મુસાફરો ભારતીય રેલ્વે દ્વારા મુસાફરી કરે છે. આ વિશાળ રેલ્વે પ્રણાલીએ 2030 સુધીમાં પોતાને ‘નેટ ઝીરો’ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે સૌર ઊર્જામાં ક્રાંતિકારી પગલા તરીકે, અમે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણની શરૂઆત કરી. આબોહવા અનુકૂલન માટે, અમે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન બનાવ્યું છે. કરોડો લોકોના જીવન બચાવવા માટે આ એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પહેલ છે.

પીએમ મોદીએ આપેલા પાચ સુત્રો

1 ભારત 2030 સુધીમાં તેની બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતા 500 GW સુધી પહોંચી જશે

2- ભારત 2030 સુધીમાં તેની 50 ટકા ઉર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીથી પૂરી કરશે

3- ભારત હવેથી 2030 સુધીમાં કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરશે –

4- 2030 સુધીમાં, ભારત તેની અર્થવ્યવસ્થાની કાર્બન તીવ્રતા ઘટાડીને 45 ટકાથી ઓછી કરશે – અને

5- વર્ષ 2070 સુધીમાં ભારત નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરશે આ સત્ય આપણે સૌ જાણીએ છીએ કે ક્લાઈમેટ ફાઈનાન્સને લઈને આજ સુધી આપેલા વચનો પોકળ સાબિત થયા છે. જ્યારે આપણે બધા ક્લાઈમેટ એક્શન પર અમારી મહત્વાકાંક્ષાઓ વધારી રહ્યા છીએ, ત્યારે ક્લાઈમેટ ફાઇનાન્સ પરની વિશ્વની મહત્વાકાંક્ષાઓ પેરિસ સમજૂતી વખતે હતી તેવી જ રહી શકતી નથી.