Site icon Revoi.in

પંજાબમાં 2-2 સીટ પર ચૂંટણી લડી રહેલા CM ચન્ની હારી રહ્યા છે: કેજરીવાલનો કટાક્ષ

Social Share

દિલ્હી: પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસ અને આપ પાર્ટી આમને સામને હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના ચીફ દ્વારા પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને લઈને કટાક્ષ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું કે અમારા સર્વે મુજબ ચન્નીજી ચમકૌર સાહિબથી હારી રહ્યા છે.

AAPના વડા અરવિંદ કેજરીવાલની પાર્ટી ‘આમ આદમી પાર્ટી’ પણ પંજાબ ચૂંટણીની રેસમાં છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે તે બે સીટો પરથી ચૂંટણી લડશે. રાજ્ય પક્ષના વડા નવજોત સિદ્ધુ સાથે મતભેદને કારણે અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું. જોકે, બાદમાં તેમણે ‘પંજાબ લોક કોંગ્રેસ’ નામની નવી પાર્ટી બનાવી હતી.

કોંગ્રેસ પાર્ટીએ મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીને બે બેઠકો- ભદૌર બેઠક અને ચમકૌર સાહિબ બેઠક પરથી ઉતાર્યા છે. રાહુલે કહ્યું હતું કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ તેમને આશ્વાસન આપ્યું છે

નવા મુખ્યપ્રધાન ચન્ની સાથે નવજોત સિંહ સિદ્ધુના સંબંધો પણ સુગમ રહ્યા નથી કારણ કે બંનેમાંથી કોઈ પણ ટોચના પદ પરથી હટવા તૈયાર નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે તેમની પાર્ટી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માટે જશે અને પાર્ટીના કાર્યકરો સાથે ચર્ચા કર્યા બાદ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.