Site icon Revoi.in

મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત – હવેથી રાજ્યની દરેક હોસ્પિટલો અને દવાખાનાઓમાં કોરોનાના દર્દીઓની સારવાર મંજૂરી વગર કરી શકાશે

Social Share

અમદાવાદઃ- સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં વધતા સંક્રમણને લઈને  મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, વિતેલા દિવસે સીએમ રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યની જનતાને સંદેશ જાહેર કર્યો હતો.

કોરોનાની વકરતી સ્થિતિને લઈને સીએમ રુપાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હવેથી ગુજરાત રાજ્યની દરેક ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમના ડોક્ટરો તેમની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને  કોઈ પણ મંજુરી વગર સારવાર આપી શકશે.

આ સમગ્ર બાબતને લઈને સીએમ રુપાણીએ કહ્યું કે,જો કે કોરોનાના દર્દીઓની સારવાર કરવા ઈચ્ચ્છતી હોસ્પિટલોએ માત્રને માત્ર જે તે કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રીતે માહિતગાર કરવાના રહેશે.દરેક દવાખાનાઓ અને હોસ્પિટલોને આ માટેમી સમય મર્યાદા ની આપવામાં આવી છે, આટલા સમયગાળા દરમિયાન તેઓ મંજુરી વિના કોરોનાના દર્દીઓ ઈલાજ કરી શકે છે.

ડોક્ટર અને સ્ટાફના વેતન મામલે પણ કરી મોટી જાહેરાત

આ સાથે જ ડોક્ટરોના વેતન વધારવા બાબતે પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે, સીએમ રુપાણીએ આ મામલે કહ્યું કે,કોરોનાના દર્દીઓની સેવામાં વ્યસ્ત  સંવર્ગના કર્મચારીઓ અંગે પણ ખાસ નિર્ણય લેવાયો છે. તજજ્ઞ ડોક્ટરોને માસિક અઢી લાખ રુપિયા આપવામાં આવશે. મેડિકલ ઓફિસરોને પણ માસિક દોઢ લાખ રુપિયા ચૂકવવામાં આવશે તો બીજી તરફ ડેન્ટિસ્ટોને માસિક 40 હજાર રુપિયા ફાળવવામાં આવશે.

હોમિયોપેથી ડોક્ટરોને પણ 35 હજાર આપવામાં આવશે

આ સાથે જ તેમણે કહ્યું કે, આયુષ ડોક્ટરો માટે 35 હજાર, હોમિયોપેથીના ડોક્ટરોને પણ 35 હજાર આપવામાં આવશે.બીજી તરફ જૂનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સ રે ટેકનિશિયન, ઈસીજી ટેકનિશિયનને  18 હજાર અને વર્ગ 4ના કર્મચારીને મહિને 15 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે, અને દર્દીઓની સારવારમાં રોકાયેલ નર્સ માટે 13 હજારને બદલે વેતન 20 હજાર આપવામાં આવશે .

સાહિન-