1. Home
  2. Tag "cm vijay rupani"

ગુજરાતમાં મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ અચાનક આપ્યું રાજીનામું

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અચાનક પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું. સીએમ પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપતા વિવિધ અટકળો વહેતી થઈ થઈ છે. વિજય રૂપાણીએ હવે પાર્ટી જે જવાબદારી સોંપશે તે નિભાવવાની તૈયારી દર્શાવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું તે પૂર્વે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એસ.સંતોષ અચાનક ગુજરાત આવ્યાં હતા. […]

ગુજરાતમાં જાપાન મોટાપાયે રોકાણ કરશે, જાપાનના કોન્સ્યુલ જનરલે સીએમની લીધી મુલાકાત

ગાંધીનગરઃ ગુજરાત વાયબ્રન્ટ સમિત 2022ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ડો.ફૂકહોરી યાસુકાતાએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની આ બેઠકમાં જાપાન કોન્સ્યુલ જનરલે જણાવ્યું કે આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટાપાયે […]

સાવરકુંડલાના બાઢડા નજીક રોડની સાઈડમાં સૂતા પરિવાર ઉપર ટ્રક ફરી વળીઃ 8ના મોત, 4 ગંભીર

અમદાવાદઃ અમરેલીના બાઠડા ગામ પાસે પૂરઝડપે પસાર થતા ટ્રકના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક રોડની સાઈડમાં સૂઈ રહેલા પરિવાર ઉપરથી ફરી વળી હતી. જેથી શ્રમજીવીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે 12 લોકોને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે […]

ગુજરાતઃ રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિની પુનઃરચના

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિની પુન:રચના કરવામાં આવી છે. રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિ અધિનિયમની જોગવાઈઓના અમલીકરણ, રાહત તથા અત્યાચારનો ભોગ બનેલને પૂરી પાડેલ પુન:વસન સુવિધાઓની સમીક્ષા, અધિનિયમ હેઠળના કેસોની કાર્યવાહી, અધિનિયમની જોગવાઈઓના અમલીકરણ માટે જવાબદાર વિવિધ સમિતિઓની-અધિકારીઓની ભૂમિકા તથા રાજ્ય સરકારને મળેલ વિવિધ અહેવાલોની સમીક્ષા કરશે. આ સમિતિ વિવિધ […]

સીએમ વિજય રૂપાણી આજે ભાવનગરમાં 70 કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભાવનગરને ભેટ 70 કરોડના વિકાસલક્ષી કાર્યોની આપશે ભેટ લોકોને મળશે અનેક રીતે રાહત ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ભાવનગરમાં 70 કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે. જાણકારી અનુસાર રૂપાણી સરકારના આ કાર્ય બાદ ભાવનગરના લોકોને આરોગ્ય સુવિધાના રૂ. 70 કરોડના વિકાસ કામોની ભેટ મળશે.મુખ્યમંત્રી ભાવનગરમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટયુટ સંચાલિત ભાવનગર કેન્સર કેર […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પેજ પ્રમુખોના સહારે ભગવો લહેરાવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે. ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શષરૂ કરી દીધી છે. ભાજપ પેજપ્રમુખની ફોર્મ્યુલા વિધાનસભાની ચૂંટણીમાં અપનાવશે તેવી સંભાવના છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો આ સૌથી મોટો ચૂંટણી દાવ હશે. રાજ્યમાં યોજાઇ ગયેલી સ્થાનિક ચૂંટણી પહેલાં પ્રદેશ પ્રમુખે પાર્ટીના સંગઠનમાં પેજપ્રમુખની ફોર્મ્યુલા શરૂ કરી હતી જેના કારણે પરિણામ […]

કોરોનાને નાબુદ કરવા દેશનો દરેક યુવાન રસીકરણ કરાવે તે આવશ્યક: CM રૂપાણી

ગુજરાતમાં 1મેથી રસીકરણ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્રજાજોગ સંબોધન દરેક નાગરિકનું રસીકરણ થાય એ જ સમયની માંગ છે: CM રૂપાણી રસીકરણના ત્રણ તબક્કામાં કુલ વસ્તીનાં 1 કરોડ 20 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે ગાંધીનગર: ગુજરાતમાં 1મેથી શરૂ થઇ રહેલા રસીકરણ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક નાગરિકનું […]

મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત – હવેથી રાજ્યની દરેક હોસ્પિટલો અને દવાખાનાઓમાં કોરોનાના દર્દીઓની સારવાર મંજૂરી વગર કરી શકાશે

રાજ્યની દરેક હોસ્પિટલોમાં વમંજૂરી વિના કોરોનાના દર્દીઓની થશે સારવાર રૂપાણીએ ફેસબુકના માધ્યમથી પ્રજાજોગ સંદેશ જાહેર કર્યો અમદાવાદઃ- સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં વધતા સંક્રમણને લઈને  મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, વિતેલા દિવસે સીએમ રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યની જનતાને સંદેશ […]

20 હજાર લાખ ઘનફુટ જળસંગ્રહ વધારવા 18590 જળસંચયના કામ હાથ ધરાશેઃ રૂપાણી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જળ સમૃદ્ધ ગુજરાતની નેમ સાથે સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા ચરણનો પાટણના વડાવલીથી આરંભ કરાવતા આ અભિયાનમાં જન-જનને જોડીને જળ અભિયાન જન અભિયાન બનાવવાનું પ્રેરક આહવાન કર્યુ હતુ. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે, આ રાજ્યવ્યાપી અભિયાન બે મહિના રાજ્યમાં ગામ-જિલ્લા-તાલુકા સ્તર સુધી ચાલવાનું છે ત્યારે દરેક નાગરિક, યુવાનો સૌ […]

લવજેહાદના કાયદાથી હિન્દુ બહેન-દીકરીઓની સુરક્ષા વધશેઃ વિજય રૂપાણી

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભામાં આગામી બજેટ સત્રમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે કાયદો લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોઈ પણ હિન્દુઓની દીકરીઓ ઉઠાવી જાય તે નહીં ચલાવી લેવાય. લવજેહાદના કાયદાથી હિન્દુ બહેન-દીકરીઓની સુરક્ષા વધશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. કોરોના મહામારીને મ્હાત આપીને મુખ્યમંત્રી વિજય રૂપાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code