1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિની પુનઃરચના
ગુજરાતઃ રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિની પુનઃરચના

ગુજરાતઃ રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિની પુનઃરચના

0

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિની પુન:રચના કરવામાં આવી છે. રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિ અધિનિયમની જોગવાઈઓના અમલીકરણ, રાહત તથા અત્યાચારનો ભોગ બનેલને પૂરી પાડેલ પુન:વસન સુવિધાઓની સમીક્ષા, અધિનિયમ હેઠળના કેસોની કાર્યવાહી, અધિનિયમની જોગવાઈઓના અમલીકરણ માટે જવાબદાર વિવિધ સમિતિઓની-અધિકારીઓની ભૂમિકા તથા રાજ્ય સરકારને મળેલ વિવિધ અહેવાલોની સમીક્ષા કરશે.

આ સમિતિ વિવિધ અહેવાલોની સમીક્ષા હેતુ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વર્ષ દરમિયાન ઓછામાં ઓછી બે વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મળશે. આ સમિતિમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગના મંત્રીઓ, સંસદ સભ્યઓ, ધારાસભ્યઓ તથા ઉચ્ચ અધિકારીઓ મળી કુલ 23 સભ્યો અને એક સભ્ય સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.