Site icon Revoi.in

પંજાબમાં કોરોનાની રફ્તાર વધતા સીએમ એ આપી ચેતવણી , કહ્યું, જો એક અઠવાડિયામાં કેસ ન ઘટે તો વધુ પાબંધિઓ લગાવાશે

Social Share

ચંદિગઢ- પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે બુધવારના રોજ કહ્યું હતું કે, જો પંજાબમાં કોરોનાની સ્થિતિ આવતા અઠવાડિયા સુધી સુધરશે નહીં તો વધુ પ્રતિબંધો લાદવામાં આવશે. વરિષ્ઠ આરોગ્ય, વહીવટી અને પોલીસ અધિકારીઓ સાથે વર્ચુઅલ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, 8 મી એપ્રિલે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

ડો.તલવારે જણાવ્યું હતું કે, એવા શહેરી વિસ્તારોમાં વધુ પાબંધિઓ લગાવવાની જરુર છે કે જ્યા વધુ કેસો આવી રહ્યા છે.ત્યારે ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, 19 માર્ચથી વગર માસ્ક પહેરનારા 1.30 લાખ લોકોના આરટી-પીસીઆર પરીક્ષણ કરવામાં આવ્યા હતા, જેમાંથી 391 પોઝિટિવ મળી આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મોહાલી, કપુરથલા, પટિયાલા, નવાશહેર, જાલંધર, અમૃતસર, હોશિયારપુર અને લુધિયાણામાં વધુ કેસ સામે આવી રહ્યા છે.

કેપ્ટન અમરિન્દરસિંહે બુધવારે પંજાબમાં કોવિડને કારણે થઈ રહેલા ઊંચા મૃત્યુ દર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે, કોવિડ નિષ્ણાતોની રાજ્ય સમિતિના ચેયરમેન ડો.તલવારે જણાવ્યું હતું કે રાજ્યમાં દર્દીઓ સમયસર હોસ્પિટલમાં જઈ રહ્યા નથી અને ત્યાં સહ-રોગોનો  પણ દર ઊંચો છે. મૃત્યુ પામેલા દર્દીઓમાંથી 80 થી 85 ટકા જટિલ બિમારીથી પીડાતા દર્દીઓ જોના મળે છે.

સીએમએ વહીવટ તંત્રને આદેશ આપ્યા છે કે, અન્ય બીમારી ધરાવતા લોકોને જલ્દીથી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે, આ સાથે જ ક્વોરોન્ટાઈન થયેલા લોકોને નજર રાખવા માટે સ્ખત પ્રણાલી વિકસાવવામાં આવે, તેમણ ફરી ધાર્મિક અને રાજકીય નેતાઓને અપીલ કરી હતી કે, કોરોનાના નિયમોનું ગંભીર રીતે પાલન કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવે.

સાહિન-