Site icon Revoi.in

CNG અને રાંઘણ ગેસલાઈનને પડી શકે છો માટો ફટકો- સરકારે 62 ટકા સુધી નેચરલ ગેસના ભાવમાં વધારો કર્યો

Social Share

દિલ્હીઃ-દેશની કેન્દ્ર સરકારે વિકતેલા દિવસને ગુરુવારે નેચરલ ગેસની કિંમતમાં 62 ટકાનો વધારો કર્યો છે. આ નેચરલ ગેસનો ઉપયોગ ખાતર, વીજળીના ઉત્પાદનમાં અને સીએનજીના સ્વરૂપમાં વાહન બળતણ અને રસોઈ ગેસ તરીકે થતો આવ્યો છે. એપ્રિલ 2019 પછી ભાવમાં આ પ્રથમ વધારો નોંધાયો છે.

જો કે આ વધારો ગેસનો બળતણ તરીકે ઉપયોગ કરતા પાવર પ્લાન્ટ્સમાંથી ઉત્પાદિત વીજળીની કિંમતમાં પણ વધારો કરશે. જો કે, આનાથી ગ્રાહકોને વધારે અસર થશે નહીં કારણ કે ગેસ આધારિત પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીનો હિસ્સો વધારે નથી. એ જ રીતે, ખાતર ઉત્પાદનનો ખર્ચ પણ વધશે પરંતુ સરકારી સબસિડીના દરોમાં વધારો થવાની ધારણા નથી.

પ્રમાણભૂત ગણાતા આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં વધારો થવાને કારણે ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો  છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યાપ્રમાણે, ગેસના ભાવમાં વધારાને કારણે, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં, સીએનજી અને પાઇપલાઈન એલપીજીના ભાવમાં 10-11 ટકાનો વધારો થવાની પુરેપુરી સંભઆવના છે.

નેચરલ ગેસની કિંમત દર છ મહિને નક્કી કરવામાં આવે છે જેમાં 1લી એપ્રિલ અને 1લી ઓક્ટોબરે આ નક્કી કરાય છે. આ દર યુએસ, કેનેડા અને રશિયા જેવા ગેસ રિસોર્સ સરપ્લસ દેશોમાં ત્રિમાસિક તફાવત સાથે એક વર્ષના ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે, 1 ઓક્ટોબરથી 31 માર્ચ સુધી ભાવ જુલાઈ 2020 થી જૂન 2021 દરમિયાન કિંમતના આધારે નક્કી કરવામાં આવશે.

પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ એ જણાવ્યું હતું કે સરકારી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનઅને ઓઇલ ઇન્ડિયા લિ. 1લી ઓક્ટોબરથી આગામી છ મહિના માટે યુ.એસ.ને ફાળવવામાં આવેલા ક્ષેત્રોમાંથી ઉત્પાદિત કુદરતી ગેસની કિંમત  2.90 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ હશે.

આ સાથે ઊંડા સમુદ્ર જેવા મુશ્કેલ વિસ્તારોમાંથી ઉત્પાદિત ગેસનો ખર્ચ 1 મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ 6.13 ડોલર રહેશે. હાલમાં, આ દર પ્રતિ યુનિટ  3.62 ડોલર જોવા મળે છે. આ મહત્તમ કિંમત છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. અને તેના ભાગીદાર બીપી પીએલસી કેજી-ડી6 જેવા ઊંડા સમુદ્ધ બ્લોક્સમાંથી ઉત્પાદિત ગેસ મેળવવા માટે હકદાર રહેશે.