Site icon Revoi.in

દિલ્હી-NCR માં વધ્યા CNG ના ભાવ,જાણો નવી પ્રાઈઝ  

Social Share

દિલ્હી:રાજધાની દિલ્હી અને આસપાસના શહેરોમાં CNG ના ભાવ મંગળવારે 50 પૈસા પ્રતિ કિલોગ્રામના દર થી વધારવામાં આવ્યા છે.તો પેટ્રોલ અને ડીઝલની કિમતોમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.પરંતુ હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

દિલ્હીમાં CNG નું વેચાણ કરતી ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડની વેબસાઈટ પર નવા દરોની જાણકારી આપવામાં આવી છે.રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં દિલ્હીમાં CNG ની કિંમત 57.51 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઈ છે.

આઇજીએલ આંતરરાષ્ટ્રીય સ્તર પર ગેસની કિંમતોમાં વધારો થવા પર સમય-સમય પર સીએનજીના ભાવ 50 પૈસા પ્રતિ કિલોગ્રામના દરથી વધારવામાં આવ્યા છે.આ વર્ષે સીએનજીના ભાવમાં અત્યાર સુધી ચાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધી ગયા છે.

દિલ્હીને અડીને નોઇડા,ગ્રેટર નોઇડા અને ગાજિયાબાદમાં CNG અત્યાર સુધી એક રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોંધો થયો છે.મંગળવારથી આ શહેરોમાં CNG ના ભાવ 59.58 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયું છે.

Exit mobile version