- 5જી ટેકનોલોજી છે સુરક્ષિતઃ- સીઓએઆઈ
- અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું
- 5જી થી ર્થવ્યવસ્થા અને સમાજને ઘણો ફાયદો – સીઓએઆઈ
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી દેશમાં 5જી ટેકનોલોજીને લઈને વિવાદ સર્જાયો છે, 5જી ટેકનોલોજી આરોગ્ય સામે જોખમ ઊભું કરી શકે છે તે બાબતને લઈને અનેક લોકો તેનો વિરરોધ કરી રહ્યા છે, થોડા દિવસ પહેલા જ અભિનેત્રી જૂહી ચાવલાએ તેના વિરુદ્ધ અરજી પણ દાખલ કરી હતી, ત્યારે રહે આ સમગ્ર વિરોધ વચ્ચે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એ રવિવારે કહ્યું હતું કે, 5 જી ટેક્નોલોજી સંપૂર્ણપણે સલામત અને સુરક્ષિત છે અને તે આવનારા સમયમાં ગેમ ચેન્જર સાબિત થશે.તેથી વિશેષ એ કે તેનાથી અર્થવ્યવસ્થા અને સમાજને ઘણો ફાયદો થશે.
આ સાથે જ તેમણે 5જી ટેકનોલોજીને લઈને વધુમાં કહ્યું હતું કે, આ ટેકનોલોજીને લઈને પ્રતિકૂળ આરોગ્ય અસરો વિશે દર્શાવવામાં આવેલી ચિંતાઓ તદ્દન ખોટી છે. અત્યાર સુધી ઉપલબ્ધ પુરાવા દર્શાવે છે કે આ ટેકનોલોજી સંપૂર્ણ સલામત છે. સીઓઆઈ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવા મોટા ટેલકોઝનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે દેશમાં ટેલિકોમ ક્ષેત્રે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન મર્યાદા અંગે પહેલેથી જ કડક જોગવાઈઓ છે. દેશમાં નિયમો વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત ધોરણો કરતાં વધુ કડક છે.
સીઓએઆઈના ડાયરેક્ટર જનરલ એસ.પી. કોચરે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે સ્વીકૃત ધોરણની સરખામણીમાં ભારતમાં માત્ર 10 ટકા રેડિયેશનની મંજૂરી છે. રેડિયેશન અને તેના પ્રભાવો વિશે જે પણ ચિંતા ઉભી કરવામાં આવી રહી છે તે યોગ્ય નથી. આ ભ્રામ ફેલાવનારી આશંકાો છે, જ્યારે પણ નવી ટેક્નોલોજી આવે ત્યારે આવું થાય જ છે.
ઉલ્લેખનીય છે કે આ મામલે દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલાની અરજીને ફગાવી દીધી છે અને તેના પર 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.