Site icon Revoi.in

વાળની અનેક સમસ્યાથી છુટકારો મેળવવા માટે નારિયેળ તેલ અને કપૂર ઉપયોગી

Social Share

હાલ કાળઝાળ ગરમી પડી રહી છે.લોકોને તેના કારણે આમ તો કેટલીક તકલીફ પડતી હોય છે પરંતુ જો મહિલાઓ દ્વારા વાળની કાળજી ગરમીમાં રાખવામાં ન આવે તો તેના કારણે વાળ ડ્રાય અને રફ થઈ જાય છે અને તૂટવાની પણ સંભાવનાઓ વધી જાય છે.

સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી માથાની ચામડી પર ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ પણ થાય છે.જો આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગો છો તો તમે આ ઘરગથ્થું ઉપચાર અજમાવી શકો છો. આ માટે તમે નારિયેળ તેલ અને કપૂરનો ઉપયોગ કરી શકો છો.બંનેને મિક્સ કરીને માથામાં માલિશ કરો.તો આવો જાણીએ નારિયેળ તેલ અને કપૂર કેવી રીતે લગાવવું અને તેના ફાયદા.

નારિયેળ તેલ અને કપૂરના ફાયદા

લોકો માટે ડેન્ડ્રફ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જો આ સમસ્યાથી રાહત મેળવી હોય તો તમે નારિયેળના તેલ અને કપૂરનો ઉપયોગ કરી શકો છો. તે વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરે છે.આ સાથે જૂ હોય તો તે પણ દૂર થશે.

દરેક લોકોના વાળ ખરતા હોય છે,પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી વાળમાં તમે નારિયેળના તેલ અને કપૂરનો ઉપયોગ કરશો તો આ સમસ્યાથી જલ્દીથી છુટકારો મેળવશો.

ઉનાળાના કારણે માથામાં પરસેવો ખૂબ જ વળતો હોય છે.જેના કારણે માથામાં ખંજવાળ આવે છે.આ સ્થિતિમાં તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો.આ તેલ માથાની ઉપરની ચામડીની ખંજવાળ દૂર કરવાનું કામ કરે છે.

નારિયેળ તેલ અને કપૂરને કેવી રીતે લગાવું

  1. નારિયેળ તેલને થોડીવાર તડકામાં રાખો.
  2. તેલ સહેજ ગરમ થઈ જાય પછી તેમાં બારીક પીસેલું કપૂર ઉમેરો.
  3. બંનેને સારી રીતે મિક્સ કરો.
  4. હવે તેમાં ટી ટ્રી ઓઈલના થોડા ટીપા ઉમેરો.આનાથી તમારા માથામાં માલિશ કરો.
  5. આ તેલને 3 થી 4 કલાક માટે રહેવા દો.તમે તેને રાતોરાત પણ છોડી શકો છો.
  6. આ પછી સવારે વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.તે સ્કેલ્પને સાફ કરવાનું કામ કરે છે.તે વાળને નરમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.