Site icon Revoi.in

ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની સંભાવના,અત્યારે પણ ઠંડીનો ચમકારો

Social Share

અમદાવાદ:રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની સંભાવના છે કારણ કે અત્યારે પણ ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. જાણકારી અનુસાર આગામી દિવસોમાં વધારે ઠંડી પડવાની સંભાવના છે. હવામાન વિભાગના કહેવા મુજબ જ લઘુત્તમ તાપમાનમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. લઘુત્તમ તાપમાન હજુ પણ ઘટી શકે છે.

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી, સુરતનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી, વલસાડ અને નવસારીમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયુ છે. રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ઠંડીનાં કારણે રસ્તાઓ પર ધૂમ્મસ જોવા મળે છે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. રાજ્યમાં વધતી ઠંડીનાં કારણે લોકો પોતાના ગરમ વસ્ત્રો નિકાળી રહ્યા છે.

આજે સવારથી ઠંડા પવન સાથે ઠંડીનાં પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે જો કે હજુ પણ દિવસ દરમિયાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ અનુભવાઇ રહ્યુ છે. જો કે રાત્રિ અને વહેલી સવારે તાપમાનમાં ઘણો ઘટાડો થઇ રહ્યો છે.