Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો યથાવત, રાજકોટ સહીત તમામ જિલ્લામાં વધુ બે દિવસ ઠંડી વધવાની સંભાવના

Social Share

અમદાવાદ: સૌરાષ્ટ્રમાં આજે પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. રાજકોટ સહીત જામનગર, પોરબંદર જેવા શહેરોમાં પણ વાતાવરણ ઠંડુ રહ્યું છે અને આવામાં જાણકારો દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે આગામી બે દિવસ સૌરાષ્ટ્રના શહેરોમાં ઠંડી વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે,આગામી બે દિવસમાં રાજ્યમાં ઠંડીનું જોર વધી શકે છે. બે દિવસ બાદ ફરીથી ઠંડીમાં ઘટાડો થશે. હવામાન વિભાગ પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે.

જો કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે જેના કારણે હવે કેટલાક લોકો કંટાળ્યા છે. લોકો દ્વારા હવે આશા રાખવામાં આવી રહી છે કે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટે અને વાતાવરણ થોડું ગરમ રહે.

આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો 4થી 5 ડિગ્રી સુધી એટલે કે 1, 2 અને 3 ફેબ્રુઆરી સુધી ઠંડી ઓછી પડશે જે બાદ વધશે. 2 ફેબ્રુઆરીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધશે તેવી પણ આગાહી કરવામાં આવી હતી. લગભગ 40થી 50ની ઝડપે પવન ફૂંકાશે તેથી માછીમારોને આગામી 2 તારીખે દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી હતી.

નોંધનીય છેકે છેલ્લા 3-4 દિવસથી રાજયમાં ઠંડીમાંથી આંશિક રાહત મળ્યા બાદ ફરી ઠંડીની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી રાજયમાં ઠંડીનું જોર નહિવત જોવા મળ્યું હતું. ત્યારે ફરી રાજ્યના હવામાન વિભાગે ઠંડી વધવાના સંકેત આપ્યા છે. રાજ્યમાં 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે.