Site icon Revoi.in

રાજ્યમાં ઠંડીનો ચમકારોઃ  સુંસવાટા સાથે પવન ફૂંકાતા ઠંડીનું જોર યથાવત

Social Share

અમદાવાદ- રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ઠંડીનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે, આવતી કાલે ઉતરાયણ છે ત્યારે પવનનું પમ જોર વધી રહ્યું છે, આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.જેને લઈને ઠંડીનો ચમકારો અનુભાવાઈ રહ્યો છે, ઠંડીની સાથે પવન હોવાથી બમણી ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.

રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડી વચ્ચે હવામામ વિભાગે હજી પણ બે દિવસ સુધી ભારે ઠંડીની આગાહી કરી છે,જો કે આવતી કાલે ઉત્તરાયણમાં ઠંડીને કારણે પતંગરસિયાઓે પવનની ગતિ સારી હોવાથી મજા પડી શકે છે. ઉત્તરપૂર્વ દીશામાં ઠંડા પવન ફૂંકાવાના કારણે ગુલાબી ઠંડીનો અનુભવ થી રહ્યો છે. ઠંડીનું જોર એટલુ વધ્યુ છે કે સવારે અને સાંજે ઘરની બહાર નિકળતા પહેલા વિચાર કરવો પડે છે.તેમજ રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ માઈનસ 4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.અમદાવાદ સહિત રાજ્યનાં રાજ્યના શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. ગુજરાતમાં બેત્રણ દિવસથી અસહ્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

રાજ્યમાં અમદાવાદ સહિત સમગ્ર શહેરોમાં ઠંડા પવનનું જોર વધ્યું છે આજે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 9.2 ડિગ્રી  સુધી પહોચીગયો છે. ત્યારે  ગાંધીનગરમાં તાપમાનનો પારો 8 ડિગ્રી નોધાયો હતો. બીજી તરફ વડોદરાવાસીઓ એ  11.3 ડિગ્રીમાં ઠંડીની મજા લઈ રહ્યા છે.

આ સાથે જ જો રાજકોટવની વાત કરવામાં આવે તો અહીં12.7 ડિગ્રી ઠંડીનો પારો પહોચ્યો હતો.રાજ્યમાં ઉત્તરીય પૂર્વીય પવનોના કારણે લધુત્તમ તાપમાનનો પરો 15 ડિગ્રીથી પણ નીચે જવાનું અનુમાન લગાવાયું હતું અને જે આવનારા 2 દિવસ સુધી રહેવાની શક્યતાઓ છે.