Site icon Revoi.in

ઉત્તરભારતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું, અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ

Social Share

ઉત્તર ભારત શીતલહેરની ચપેટમાં છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં શીતલહેર રહી શકે છે. આગામી બે દિવસ સુધી મધ્ય અને પૂર્વીય ભારતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને મધ્યપ્રદેશમાં આજે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. મેઘાલય, આસામ, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી ત્રણ દિવસ સુધી ધુમ્મસ રહેશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ રહેશો. દિલ્હીના અનેક વિસ્તારોમાં ઝીરો વિઝિબિલિટી હતી. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ વિઝિબિલિટી ખૂબ જ ઓછી રહી હતી. તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, બાલ્ટીસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે.